વર્ષ ૧૯૯૮માં શરૂ થયેલી બીપી સિંહએ ડિરેક્ટર કરેલી ક્રાઈમ ફિક્શન, સસ્પેન્સ અને થ્રિલર ટીવી સીરિઝ આજે પણ પોપ્યુલર છે. લોકો તેની બીજી સીઝન માટે આતુર છે, પરંતુ હજી સુધી આ અંગે કોઈ ચર્ચા નથી. પરંતુ આ વચ્ચે ઈન્સપેક્ટર વિવેકનું નામ લાઈમલાઈટમાં છે. તેનો બદલાયેલો લૂક સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે. વિવેક મશરુએ ૨૦૦૬માં સીઆઈડીમાં સબ ઈન્સપેક્ટર વિવેકનું પાત્ર ભજવવાનું શરૂ કર્યું હતું.

તે છ વર્ષ સુધી શોનો ભાગ રહ્યો હતો. વિવેક મશરુના લગ્ન થઈ ગયા છે. તે તેની પત્ની સાથે ફોટો શેર કરતો રહે છે. તે શું કરે છે તે અંગે કોઈ જાણકારી નથી. કારણ કે, તેણે પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખી છે. વિવેક મશરુ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તે પોતાના મિત્રો અને પરિવાર સાથે ફોટો શેર કરતો રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ૨૪.૫દ્ભ ફોલોઅર્સ છે. તો ટ્ટિટર પર તેને ૧૦.૩દ્ભ લોરો ફોલો કરે છે. વિવેક મશરુ બ્લોગ પણ લખે છે. હાલ તે કર્ણાટકના બેંગાલુરુમાં છે. ત્યાં તે ઝ્રસ્ઇ યુનિવર્સિટીના ડ્ઢઝ્રઝ્રઝ્રનો (ડિપાર્ટમેન્ટ ઓફ કોમ કોર કરિક્યુલમ) પ્રોફેસર છે. વિવેકે ઘણા વર્ષ સુધી સ્કૂલ અને ઈન્સ્ટીટ્યૂશનમાં કામ કર્યું છે. તેણે એક્ટિંગમાંથી વર્ષો પહેલા જ બ્રેક લઈ લીધો હતો. તે ઈંડસ વેલી સ્કૂલનો માર્કેટિંગ ડિરેક્ટર પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

હાલમાં જ એક યૂઝરે ટિ્‌વટર હેન્ડલ પર વિવેક મશરુની થ્રોબેક તસવીર શેર કરી હતી અને સાથે લખ્યું હતું ‘જાે તમે તેને જાણો છો તો, તમારું બાળપણ અદ્દભુત છે’. તેના રિપ્લાયમાં ઘણા યૂઝર્સે સીઆઈડીની આઈકોનિક સીન શેર કર્યા હતા. ફેનના જેશ્ચરથી વિવેક મશરુ ઈમ્પ્રેસ થયો હતો અને તેના રિપ્લાયમાં લખ્યું હતું ‘મેં જે નાનકડું કામ કર્યું છે તે માટે દયા, પ્રેમ અને વખાણ કરવા માટે આપનો ખૂબ આભાર. આ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. હંમેશા માટે પ્રેમ અને કૃતજ્ઞતા’.

Share.
Exit mobile version