ટીવીમાંથી બોલિવુડની દુનિયામાં પગ મૂકનારી અવિકા ગોરે હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં તે દિવસો વિશે વાત કરી હતી જ્યારે સસુરાલ સિમર કાના કો-સ્ટાર મનીષ રાયસિંઘણ સાથે તેની ડેટિંગની અફવા ઉડી હતી. શોમાં બંનેની જાેડી દેખાડવામાં આવી હતી અને તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. માત્ર સ્ક્રીન પર જ નહીં પરંતુ ઓફ-સ્ક્રીન પર તેમનું બોન્ડિંગ કમાલનું હતું અને તેનાથી તેઓ રિલેશનશિપમાં હોવાની વાતો વહેતી થઈ હતી.

આરજે સિદ્ધાર્થ કનના પોડકાસ્ટમાં એક્ટ્રેસે તે સમયે સ્થિતિ કેવી હતી તે શેર કર્યું હતું. અવિકા ગોરે જણાવ્યું હતું કે, ‘પહેલીવાર જ્યારે આ અફવા ઉડી ત્યારે થોડું વિચિત્ર લાગ્યું હતું. તેવું લખવામાં આવ્યું હતું કે, અમે હંમેશા સાથે હોઈએ છીએ, જે સાચી વાત હતી! અમે હંમેશા સાથે રહેતા હતા, અમારી વેનિટીમાં ‘ફ્રેન્ડ્‌સ’ સીરિઝ સાથે જાેતા હતા. સ્ક્રિપ્ટ લખતા હતા, શોર્ટ ફિલ્મ શૂટ કરતા હતા અને ખૂબ મજા કરતા હતા. અમારા પરિવારને પણ લોકોની વાતની પડી નહોતી. પરંતુ મનીષ મોટો હોવાથી તે પોતાને જવાબદાર વ્યક્તિ સમજતો હતો. તેણે મને અંતર જાળવવા કહ્યું હતું. બે દિવસ સુધી અમે જાણીજાેઈને સાથે હેન્ગઆઉટ નહોતું કર્યું. પરંતુ લોકોએ ફરીથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું. તેથી, અમે નક્કી કર્યું હતું કે, લોકો તો તેમ પણ વાતો કરી રહ્યા છે તો થોડી મસ્તી જ કરી લઈએ. અવિકાએ તેમ પણ કહ્યું હતું કે, મનીષ એક મિત્ર તરીકે હંમેશા તેની સાથે રહ્યો છે અને તેનો પરિવાર પણ તેને પ્રેમ કરે છે. મનીષે આશરે બે વર્ષ પહેલા ગર્લફ્રેન્ડ સંગીતા ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા, તે વિશે એક્ટ્રેસે કહ્યું હતું કે ‘તેણે મારા બર્થ ડે પર લગ્ન કર્યા હતા, બેસ્ટ ફ્રેન્ડ પાસેથી આનાથી વધુ મોટી ગિફ્ટ કઈ હોઈ શકે’.

જણાવી દઈએ કે, અવિકા હાલ રોડિઝ ફેમ મિલિંદ ચાંદવાની સાથે રિલેશનશિપમાં છે. અવિકા ગોર હાલ તેની નવી ફિલ્મ ‘૧૯૨૦ઃ હોરર્સ ઓફ ધ હાર્ટ’ને લઈને ચર્ચામાં છે. અવિકાએ એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી અને તેને પોપ્યુલારિટી ‘બાલિકા વધૂ’થી મળી હતી. હવે તે ટીવીની સાથે-સાથે ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. તે છેક સુધી સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નો ભાગ હતી પરંતુ અંત સમયે તેને રિપ્લેસ કરી દેવામાં આવી હતી. આવું જ કંઈક તેની સાથે ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’ દરમિયાન પણ થયું હતું. આ વાતનો ખુલાસો તેણે જ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મેં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ માટે ના પાડી નહોતી. પરંતુ સલમાન ખાનની ટીમે મને રિપ્લેસ કરી દીધી હતી. આવું કેમ કરવામાં આવ્યું તે હું સમજી શકી નહોતી. મારું નામ કન્ફર્મ જ હતું. પેપરવર્ક પણ થઈ ચૂક્યું હતું. બસ સાઈન કરવાનું બાકી હતું. ત્યારે જ મારા પર કોલ આવ્યો હતો કે કોઈ અન્યને સાઈન કરી લેવાઈ છે. મને પહેલાથી જ લાગતું હતું કે આવું કંઈક થશે, કારણ કે સલમાનની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’ દરમિયાન પણ આવું જ કર્યું હતું. આ ફિલ્મમાં બે અઠવાડિયા પહેલા મને રિપ્લેસ કરી હતી. જાે કે, આ વાતનો મને કોઈ જ પસ્તાવો નથી. કારણ કે આ તેમની મરજી છે. તેમના પોતાના કોઈ કારણ હશે અને તેઓ સારી રીતે તે જાણતા હશે’.

Share.
Exit mobile version