શહેરના ડુમસ રોડ ઉપર વાય જંકશન નજીક પાંચ કિલોમીટર સુધી ત્રણેય બાજુ સિનિયર સિટીઝન, યુવાનો, શાળાના બાળકો જાેડાઈને વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતના વાઇ જક્શન ખાતે ૧.૫૦ લાખ કરતા વધુ લોકો એક સાથે યોગા કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી પ્રદેશ અધ્યક્ષ હર્ષ સંઘવી લોકો સાથે જાેડાયા હતા. દેશભરમાં આજના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. પોતાનું સ્વાર્થ સારું રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ દેશભરમાં આજના દિવસે લોકો યોગ કરતા હોય છે. ત્યારે સુરત ખાતે આજે વિશ્વ યોગા દિવસને લઈને વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. સુરતના ડુમ્મસ રોડ ઉપર આવેલા વાઈ જંક્શન નજીક સુરતના લોકો સિનિયર સિટીઝન શાળાના બાળકો સુરત મહાનગરપાલિકા પોલીસ કલેકટર વિભાગ સાથે પોલીસ વિભાગ ઉધોગ આગેવાન અને કર્મચારી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી પ્રદેશ અધ્યક્ષ સુરતના ધારાસભ્ય નગર સેવકો સહિત રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જાેડાયા છે. ત્યારે વાઇઝેશનથી પાંચ કિલોમીટર ત્રણેય દિશામાં મુખ્ય માર્ગ પર જાજમ પાથરી સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ ટીમો સાથે અલગ અલગ ભાગોમાં લોકો બેસી એક સાથે યોગા કરે તે પ્રકારનું આયોજન સુરત મહાનગરપાલિકા અને તેમની ટીમો દ્વારા કરવામાં આવ્યું છે. જાેકે આ કાર્યક્રમ વડાપ્રધાન મોદી પણ વીડિયો કોન્ફરન્સથી જાેડાયા હતા. ત્યારે ડાયમંડ સીટી સિલ્ક સીટી બ્રિજ સીટી અને આજના આ કાર્યકામ બાદ સુરત યોગ સીટી તરીકે ઓળખાય તો નવાઈ નહીં. સુરત વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવે તેને લઈને સુરતના લોકોએ પણ આજના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો છે.

Share.
Exit mobile version