હોંગકોંગમાં કેથે પેસિફિકનું એક વિમાન મોટી દુર્ઘટનામાંથી બચી ગયું હતું. ટેક ઓફ કરતી વખતે વિમાનનું ટાયર ફાટી ગયું હતું. જે બાદ ૧૧ જેટલાં પેસેન્જર્સ ઘાયલ થયા છે.
હોંગકોંગથી લોસ એન્જલસ જઈ રહેલી ફ્લાઈટમાં ૨૯૩ પેસેન્જર્સ સવાર હતા. કેથે પેસિફિકે એક નિવેદનમાં કહ્યું કે, શનિવારે હોંગકોંગના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેથે પેસિફિકની ઉડાનમાં ૧૧ લોકો ઘાયલ થયા છે. ટેકનીકલ ખામી સર્જાયા બાદ આ ઉડાન રદ્ કરી દેવામાં આવી હતી. જાે કે, પ્લેનમાં સવાર ૨૯૩ પેસેન્જર્સનો જીવ તાળવે ચોંટ્યો હતો અને તેમને ભગવાન યાદ આવી ગયા હતા. હોંગકોંગથી લોસ એન્જલસ જઈ રહેલી ફ્લાઈટમાં ૧૭ ક્રૂ મેમ્બર્સ અને ૨૯૩ પેસેન્જર્સ સવાર હતા. એરલાઈને જણાવ્યું કે, ક્રૂ દ્વારા ટેકનીકલ ખામીની જાણ થયા બાદ માનક પ્રક્રિયાઓ મુજબ, એક ટેક ઓફ રદ્દ કરી દેવાામં આવી છે. એરલાઈને જણાવ્યું કે, યાત્રી ઈમરજન્સી સર્જાતા બહાર આવી રહેલાં પેસેન્જર્સ ઘાયલ થયા હતા. પેસેન્જર્સ પાંચ ડોર એસ્કેપ સ્લાઈડ્સનો ઉપયોગ કરીને વિમાનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ૧૧ પેસેન્જર્સ ઘાયલ થયા હતા. એરલાઈન દ્વારા કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ૧૧ પેસેન્જર્સમાંથી ૯ને રજા આપી દેવામાં આવી છે. અમારા સહયોગીઓ હોસ્પિટલમાં દાખલ પેસેન્જર્સ અને તેમના પરિવારને સહાયતા આપવાનું કામ ચાલુ રાખશે. ગ્રાહકોને થયેલી પરેશાનીના કારણે કંપની તેમની માફી માગે છે. પોલીસના હવાલામાંથી કહેવામાં આવ્યું છે કે, વિમાનનું એક ટાયર ખૂબ જ ગમર થઈ ગયું હતું અને એના કારણે તે ફાટી ગયું હતું. ટાયર ફાટતા યાત્રીઓ માટે ઈમરજન્સી ગેટ ખોલી દેવામાં આવ્યો હતો. આ સમયે ભારે અફરાતફરી પણ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા.