આજે ૨૨ જૂનનો દિવસ છે, આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા નીતિન પટેલનો જન્મ દિવસ છે, આજે નીતિન પટેલનો ૬૮મો જન્મ દિવસ છે. નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી આજે કડીમાં કરવામાં આવશે, આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ ઉપસ્થિત રહેશે. માહિતી પ્રમાણે આજે નીતિન પટેલના ૬૮મા જન્મદિવસ પ્રસંગને ખાસ બનાવવા માટે મહેસાણાના કડીમાં સત્યાવીસ સમાજ સરદાર યુવક મંડળ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવ્યુ છે, તેમજ કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હૉલ ખાતે મહારક્તદાન શિબિર, અને કડી છઁસ્ઝ્ર ખાતે રજતતુલા અને સન્માન સમારંભ પણ આયોજન કરવામાં આવેલુ છે. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ૨૦૨૪ લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેંદ્રમાં ફરી ભાજપ પ્રેરિત એનડીએની સરકાર પૂર્ણ બહુમતી સાથે બને તે માટે ભાજપ દ્વારા અત્યારથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહીછે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માટે પાંચ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામા આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ૫ લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. કેંદ્રની મોદી સરકારના ૯ વર્ષની થનારી ઉજવણીની જવાબદારી સોંપાઈ છે. ઉત્તરાખંડની ૩ લોકસભા બેઠકોની ઉજવણીની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે. ઉત્તરપ્રદેશની ૨ લોકસભા બેઠકની ઉજવણીની તેમને જવાબદારી સોંપવામાં આવી છે. એક મહિના સુધી ચાલનારી ઉજવણી દરમિયાન નીતિન પટેલ યુપી અને ઉત્તરાખંડનો પ્રવાસ કરશે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા દેશભરમાં ૩૦૦થી વધુ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામા આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપ લોકસભાની આગામી ચૂંટણી ૩૦૦થી વધુ બેઠકો જીતશે. તેમના આ નિવેદનને યથાર્થ કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતનાં પાંચ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.

Share.
Exit mobile version