બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ તારીખ ૯ જૂનના રોજ ૪૮ વર્ષની થઈ છે. તે હજુ પણ અપરિણીત છે. એક સમય હતો કે જ્યારે અમીષા પટેલની લવ લાઈફની ખૂબ ચર્ચા થતી હતી. તેનું નામ વિક્રમ ભટ્ટથી લઈને રણબીર કપૂર સાથે પણ જાેડાયું હતું પરંતુ, ૪૮ વર્ષની ઉંમરે પણ અમીષા પટેલ અપરિણીત છે. વર્ષ ૨૦૦૦માં રિતિક રોશન સાથે ફિલ્મ કહો ના…પ્યાર હેથી ડેબ્યૂ કરનાર અમીષા પટેલ ૪૮ વર્ષની થઈ ગઈ છે અને તેણે આ ૨૩ વર્ષની કારકિર્દીમાં ઘણાં ઉતાર-ચઢાવ જાેયા છે.

આ કરિયરમાં તેનું નામ વિક્રમ ભટ્ટથી લઈને આલિયા ભટ્ટના પતિ રણબીર કપૂર સુધી જાેડાયું હતું. ૪૭ વર્ષની ઉંમરે પણ અમીષા પટેલ અપરિણીત છે. આજ સુધી તેણે લગ્ન નથી કર્યા, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે તેનું નામ ઘણી જાણીતી હસ્તીઓ સાથે જાેડાયેલું હતું. કહેવાય છે કે પ્રેમમાં છેતરાયા બાદ તેણે લગ્ન કર્યા નથી. હવે તે વધુ ખુશ છે. તે માને છે કે ખુશ રહેવા માટે કોઈની જરૂર નથી.

અમીષા પટેલનું વિક્રમ ભટ્ટ સાથે અફેર હતું. બંને એકબીજાને ૫ વર્ષ સુધી ડેટ કરતા રહ્યા હતા. અમીષા પટેલ પોતાના ડેબ્યુ પહેલા જ વિક્રમ ભટ્ટને મળી હતી. વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલે ક્યારેય પોતાનો પ્રેમ છુપાવ્યો નથી. તેમણે ઘણી વખત જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અમીષા પટેલે ૫ વર્ષ સુધી ડેટ કર્યા બાદ બ્રેકઅપ કર્યું હતું. આ બ્રેકઅપ પર વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે, મને નથી લાગતું કે અમે ક્યારેય એકબીજાને પ્રેમ કર્યો હોય. અમીષાને પોતાની અને તેના માતા-પિતા સાથે ઘણી સમસ્યાઓ હતી. અમે ફક્ત એકબીજા સાથે વાતો કરતા હતા. અમે માત્ર સારા મિત્રો છીએ, પ્રેમ નથી. ૭ વર્ષ સિંગલ રહ્યા બાદ અમીષા પટેલના રણબીર કપૂર સાથે લિન્ક-અપના સમાચાર આવવા લાગ્યા હતા. એટલું જ નહીં, એકવાર તેને રણબીર કપૂરના ખાનગી જન્મદિવસની પાર્ટીમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અમીષા પટેલ છેલ્લે ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં જાેવા મળી હતી. ખૂબ જલ્દી તે ફિલ્મ ‘ગદર ૨’માં સની દેઓલ સાથે જાેવા મળશે. આ ફિલ્મ ૨૦૦૧માં રિલીઝ થયેલી સુપર હિટ ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સીક્વલ છે.

Share.
Exit mobile version