દિવસે ને દિવસે માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યાં છે. મોટા ભાગના અકસ્માતોમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરાયું હોવાનું જ બહાર આવે છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં બે કાર ધડાકાભેર અથડાઇ હતી, અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ લોકોના મોત થયાનું બહાર આવ્યું છે. તો બંને કારનો બૂકડો બોલી ગયો હતો. ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના આઉટર રીંગ રોડ પર સરથાણા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાનું બહાર આવ્યું છે. ય્ત્ન૦૫ઇમ્૪૫૧૫ નંબરની સુઝુકી અર્ટીકા અને ય્ત્ન૦૫ઇઊ૯૧૯૨ નંબરની ટાટા હેરિયર કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારની તસવીરો સામે આવી હતી, જેમાં બંને કારની ખરાબ હાલત જાેઇને અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. બંને કારની આગળનો ભાગ પડીકું વળી ગયો હતો.