બનાસકાંઠાના ધાનેરામાં કાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ૩નાં મોત નિપજ્યાં છે, જ્યારે ૩ ઘાયલ લોકો ઇજાગ્રસ્ત થયા છે. દુકાનોના શેડ તોડીને જીપ પલટી હતી. બીજી બાજુ, કોઈ પીછો કરતું હોવાથી જીપ સ્પીડમાં દોડતી હોવાની ચર્ચા થઇ રહી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાતાં આ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધાનેરા થરાદ હાઇવે પર સવારે ૪ વાગ્યે સ્કોરપિયો કાર પલટી મારી હતી. ગાડી પલટી જતાં ૩ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે.
જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઇજાગસ્ત થયા છે. પુર ઝડપે આવી રહેલ સ્કોરપિયો ગાડીએ ૩ દુકાનોના સેડ અને એક દુકાનનું શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. સ્કોરપિયો ગાડી કોઈ ગાડીનો પીછો કરતી વખતે પલટી હોવાની ચર્ચાઓ થઇ રહી છે. સાથે જ ચર્ચા છે કે, ચોરા પરબડીથી ગાડીનો પીછો કરતી વખતે ધાનેરા હાઇવે પર ગાડી પલટી મારી ગઇ હતી. જાેકે, આ મામલે હકીકત શું છે, તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ધાનેરા હાઇવે પર લાગેલા સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મૃતકો પમરું ગામના હોવાનું સામે આવ્યું છે.