ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) એ સોમવારે દાવો કર્યો હતો કે એનસીપીનેતા અજિત પવાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી શિંદેનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે એનસીપી નેતા અજિત પવાર રવિવારે તેમના ધારાસભ્યો સાથે નાટકીય રીતે ભાજપની આગેવાની હેઠળની શિંદે સરકારમાં જાેડાયા હતા.
અજિત પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. અજિત પવારના આ ર્નિણયથી એનસીપીપ્રમુખ શરદ પવારને આંચકો લાગ્યો છે. તેમણે પણ તેને બળવો ગણાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેના મુખપત્ર ‘સામના’માં આ અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે.

શિવસેના (યુબીટી)ના મુખપત્ર ‘સામના’એ એક સંપાદકીયમાં દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપે મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિને ‘ગંદકી’માં ધકેલી દીધી છે.
સામના એડિટર સંજય રાઉતે લખ્યું કે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે ડીલ વધુ મજબૂત છે.
આ સાથે જ સંજય રાઉતે શિંદે સરકારને લઈને મોટો દાવો કર્યો છે. અજિત પવાર ડેપ્યુટી સીએમ પદ માટે ત્યાં ગયા નથી.

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને બળવાખોર શિવસેના ધારાસભ્યોને ટૂંક સમયમાં ગેરલાયક ઠેરવવામાં આવશે અને પવારને તાજ પહેરાવવામાં આવશે. આ પગલું રાજ્યના લોકો માટે સારું નહીં હોય.
સામનાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં આવી કોઈ રાજકીય પરંપરા નથી અને તેને ક્યારેય લોકોનું સમર્થન મળશે નહીં. મુખપત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અજિત પવારનું કૃત્ય સીએમ શિંદે માટે ખરેખર ખતરનાક સાબિત થશે. સામનામાં દાવો કર્યો હતો કે તેમનું (શિંદે જૂથ) કહેવાતું હિન્દુત્વ સમાપ્ત થઈ ગયું છે.

તે દિવસ દૂર નથી જ્યારે શિંદે અને તેના બળવાખોર સાથીઓને ગેરલાયક ઠેરવવામાં આવશે. તેમણે લખ્યું છે કે જેમને સત્તાનો ઘમંડ છે અને તેઓ માને છે કે તેઓ તેમના વિરોધને ખરીદી શકે છે, તેઓ લોકશાહી પર કબજાે જમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ શપથ ગ્રહણથી ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો છે.

Share.
Exit mobile version