નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવાર રવિવારે ઉપમુખ્યમંત્રી રૂપે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા. તે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને પદ સંભાળશે. તેમની સાથે એનસીપીના ઘણા ધારાસભ્યોએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. આ પગલું અજિત પવારના મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કર્યાના થોડા દિવસ બાદ લેવામાં આવ્યું છે. અજિત પવાર સાથે છગન ભુજબલ, ધનંજય મુંડે, દિલીપ વલસે પાટિલ સહિત કુલ નવ એનસીપી નેતાઓએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે યોજાયો હતો.

તેની પહેલા અજિત પવારે મુંબઇમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાને પાર્ટીના કેટલાંક નેતાઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી. જ્યારે એનસીપી પ્રમુખ શરદ પવારને આ બેઠક અંગે કોઇ જાણકારી ન હતી. શરદ પવારે આ મામલે કહ્યું કે, અમને જનતાનું સમર્થન છે. અમે બધું ફરીથી બનાવીશું. મહારાષ્ટ્ર આ ખેલને સહન નહીં કરે. તેની પહેલા રવિવારે મુંબઇમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાને ધારાસભ્યો સાથે અજીત પવારની બેઠક પર પ્રતિક્રિયા આપતા એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે, તેમને બેઠક અંગે કોઇ જાણ ન હતી. શરદ પવારે કહ્યું કે, વિધાનસભામાં વિપક્ષના નેતા (ન્ર્ંઁ) પાસે ધારાસભ્યોની બેઠક બોલાવવાનો અધિકાર હતો. તે નિયમિત રૂપે આવું કરે છે.

એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું, મારા કેટલાંક સહયોગીઓએ અલગ વલણ અપનાવ્યું છે. મે ૬ જુલાઇએ તમામ નેતાઓની એક બેઠક બોલાવી હતી, જ્યાં કેટલાંક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી અને પાર્ટીની અંદર કેટલાંક બદલાવ કરવાના હતાં, પરંતુ તેની પહેલા બેઠકમાં કેટલાંક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું.
શરદ પવારે તેની સાથે જ કહ્યું કે, તેની પહેલા પણ ઘણા મહત્વપૂર્ણ ઘટનાક્રમ રાજનીતિમાં થયા છે. આવનારા દિવસોમાં હકીકત સામે આવી જશે. મારા માટે આ નવી વાત નથી. તેની પહેલા પણ કેટલાંક સાથી અમારાથી અલગ થયા હતાં. મારી સાથે આવું પહેલા પણ થઇ ચુક્યુ છે. આ મારા માટે નવુ નથી. જે પહેલા પાર્ટીથી અલગ થયા તે ચૂંટણીમાં હાર્યા છે.

આજનો દિવસ પૂરો થયો, આગળ એક નવી શરૂઆત થવાની છે. ફરીથી પાર્ટીને ઉભી કરીને બતાવીશ. મારા પર હજુ પણ પ્રદેશના યુવાનોના ભરોસો છે. તેમની સાથે આગળ વધતો રહીશ.
શરદ પવાર આ સમયે પુણેમાં છે. તેમણે એનસીપી સાથે અજીત પવારના બળવા પહેલા આ નિવેદન આપ્યું હતું. અજિત પવારના સત્તાવાર નિવાસ ‘દેવગિરિ’ પર થયેલી બેઠકમાં એનસીપીના સિનિયર નેત છગન ભુજબલ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે હાજર હતાં, જ્યારે પ્રદેશ પાર્ટી અધ્યક્ષ જયંત પાટિલ હાજર રહ્યાં ન હતા. અજિત પવારના બળવા બાદ રાકાંપામાં વિભાજનનું જાેખમ તોળાઇ રહ્યું છે. જે શરદ પવારના પાર્ટી પ્રમુખ પદથી રાજીનામુ આપવા અને પછી ત્રણ દિવસ બાદ તેને પરત લેવાના ર્નિણયના એક મહિના બાદ સૌની સામે આવ્યું છે.

Share.
Exit mobile version