રાજસ્થાનના બીજું મોટુ શહેર જાેધપુરમાં પોલીસ સતત અપરાધીઓ પર સંકજાે કસવાનો દાવો કરી રહી છે. બીજી તરફ જાેઈ શકાય કે, બેખૌફ બદમાશોનો આતંક સતત વધી રહ્યો છે. ચાની દુકાનમાં સિગારેટ પીવા બાબતે થયેલી બોલાચાલી બાદ એક ડઝનથી વધુ બદમાશો લાકડીઓ અને સળિયા સાથે ચાની દુકાને પહોંચ્યા અને દુકાનના માલિક સહિત બાકીના હાજર લોકો પર હુમલો કર્યો હતો.

અચાનક મારપીટ થવાના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ છે.ચાયની દુકાનમાં તોડફોડ કર્યા બાદ બહાર ઉભેલી ગાડીઓની પણ તોડફોડ કરીને ખૂબ આતંક મચાવીને આ બદમાશો નીકળી ગયા. પોલીસ અને કાયદા વ્યવસ્થાને પડકારતા ઝ્રઝ્ર્‌ફનો વીડિયો સામે આવ્યો છે. થોડા જ અંતરે લાગેલા ઝ્રઝ્ર્‌ફમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે.

સૂચના મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બદમાશો વિરુદ્ધ કેસ દાખલ કર્યો.બદમાશોને કસ્ટડીમાં લીધા. જાેધપુર પોલીસ કમિશનરેટ મહામંદિર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર કૈલાશ પંચારિયાએ જણાવ્યું કે, માનજીના હટ્ટા વિસ્તારમાં ચાની દુકાનમાં સિગારેટ પીવા અંગે કેટલીક દલીલો થઈ હતી. ત્યારબાદ એક ડઝનથી વધુ બદમાશોએ ચાની દુકાન પર હુમલો કર્યો. ચાની દુકાનમાં હાજર ગ્રાહકો સહીત દુકાનના માલિક પર હુમલાની આ ઘટના અંગે કેસ નોંધવામાં આવ્યો છે. એક બદમાશને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે અન્ય બદમાશોની શોધ કરવામાં આવી રહી છે.

Share.
Exit mobile version