અમદાવાદમાં ૧૦૦ તોલા દહેજ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ. મહિલા પોલીસે આરોપી પતિની કરી ધરપકડ. પરણીતાના પિયર પક્ષે પતિના ઘર પર હુમલો કર્યો. જેનો વિડિઓ વાયરલ થતા રાણીપ પોલીસે નોંધી ફરિયાદ. પતિ પત્નીના ઘર કંકાસમાંના વિવાદ વચ્ચે પોલીસ પર થયા આક્ષેપ.
અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની વચ્ચેના ઘર કંકાસએ વિવાદ ઉભો કર્યો. પત્નીએ પતિ વિરુદ્ધ ૧૦૦ તોલા સોના ની દહેજ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી. ત્યારે બીજી તરફ રાણીપ વિસ્તારમાં લાકડીઓ સાથે આવેલા શખ્સોએ મહિલાના સાસરીમાં હુમલો કર્યો. અને વિડિઓ વાયરલ થતા રાણીપ પોલીસે ફરિયાદ નોંધી. ઘટનાની વાત કરીએ તો પોલીસ કસ્ટડીમાં જાેવા મળતા આરોપી પતિએ પોતાની પત્ની સાથે ઝઘડો કરતા તેને માર માર્યો. અને પત્ની રિસાઈને પિયર પહોંચી ગઈ હતી. દીકરીની હાલત જાેઈને પિયર પક્ષ લાકડીઓ સાથે સાસરી પક્ષમાં પહોંચી ગયા અને હુમલો કરી દીધો. જેમાં સસરા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જયારે પરિણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.
૧૫ વર્ષના લગ્ન જીવનને ઘર કંકાસ ભડખી ગયું. પરંતુ આ વિવાદ અને ઝઘડા વચ્ચે મહિલા પોલીસ પર પણ આક્ષેપો થઈ રહ્યા છે. પતિ પત્નીના ઝઘડામાં અરજી કરીને સમાધાન કરાવનાર મહિલા પોલીસે આ કેસમાં અરજી લીધા બાદ બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધી. સામાન્ય રીતે ફરિયાદ બાબતે આનાકાની કરતી મહિલા પોલીસે આ કેસમાં તપાસ વગર ખોટી ફરિયાદ નોંધી તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
જ્યારે બીજી તરફ પરણીતાં આક્ષેપો કર્યા તેનો પતિ ૧૦૦ તોલા દહેજની માંગ કરીને માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને હેરાન કરતો હતો. સાથે સસરા પણ વંશ વધારવા પુત્ર માટે મહેણાં ટોણા મારતા હતા. આ ઉપરાંત પતિના પરિવારે આક્ષેપ કર્યો છે કે મહિલાના પિતા ગામના મોટા ભુવાજી છે. જેથી પોલીસમાં ખોટી ફરિયાદ કરીને પરેશાન કરે છે. જ્યારે મહિલા પોલીસની ભૂમિકા પણ શકાસ્પદ કેસમાં જાેવા મળી છે..
પતિ પત્નીના ઝઘડાનો વિવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં તો પહોંચ્યો. અને પોલીસે ગણતરીના કલાકોમાં પતિની ધરપકડ કરીને પોતાની સારી કામગીરી બતાવી. પરંતુ પારિવારિક વિવાદ વચ્ચે પોલીસની તપાસ અને ભૂમિકા પર સવાલ ઉભા થયા છે.