સંજીવની આયુર્વેદિક સરકારી હોસ્પિટલ
અમદાવાદમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગ સપ્તાહ અંતર્ગત શ્રી નારાયણ કુટી સન્યાસ આશ્રમ દેવાસ મધ્યપ્રદેશના પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગુરુદેવ સ્વામી શ્રી સુરેશાનંદ તીર્થજી મહારાજે યોગ અને સ્વસ્થ જીવનશૈલી સાથે આધ્યાત્મિક દ્રષ્ટિ વિકસાવી હતી અને પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને યોગાસન કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને માહિતગાર કર્યા અને તંદુરસ્ત લાંબા આયુષ્ય માટે આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે હોસ્પિટલના ડાયરેક્ટર વૈદ્ય કુ. નેહા પટેલે ગુરુવર અને યોગ શિક્ષક રિયા શાહનું સન્માન કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.