રશિયા-યુક્રેન વિવાદ પર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જાહેરાત કરી હતી કે યુક્રેનને સૈન્ય સહાય પેકેજના ભાગરૂપે અમેરિકા ક્લસ્ટર હથિયારો મોકલશે. અમે આ સંઘર્ષની સ્થિતિમાં યુક્રેનને લાચાર નહીં છોડીએ. જાેકે ૧૦૦ દેશો દ્વારા ક્લસ્ટર હથિયારો પર પ્રતિબંધ મૂકાયો છે. અહેવાલ અનુસાર બાયડેન સરકાર મહિનાઓથી ચર્ચા કરી રહી છે કે શું યુક્રેનને અમેરિકી સહયોગી સહિત ૧૦૦ દેશોમાં પ્રતિબંધિત હથિયારો પૂરા પાડવામાં આવે કે નહીં? શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે હું એમ નથી કહી રહ્યો કે આ સરળ છે.

આ એક અઘરો ર્નિણય છે. અમે ઘણા પાસાઓ પર ચર્ચા કરી. આ પછી આ વ્યૂહરચના પર આગળ વધ્યાં. તેમણે કહ્યું કે અમે આ સંઘર્ષમાં યુક્રેનને લાચાર નહીં છોડીએ. રશિયા શરૂઆતથી જ યુક્રેન પર ક્લસ્ટર હથિયારોથી હુમલો કરી રહ્યું છે. યુક્રેન તેના સંરક્ષણ માટે ક્લસ્ટર હથિયારોની વિનંતી કરી રહ્યું છે. અમે યુક્રેનને ઓછી કિંમતે હથિયારો પ્રદાન કરીશું. યુક્રેન તેનો ઉપયોગ દેશ અને તેના નાગરિકોની સુરક્ષા માટે જ કરશે. જાે કે, યુક્રેન હાલમાં તેના શસ્ત્રોનો ઉપયોગ એવી રીતે કરી રહ્યું છે કે તેના નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય.
રાષ્ટ્રપતિ જાે બાયડેને વ્હાઇટ હાઉસમાં કહ્યું કે મારા તરફથી આ ખૂબ જ મુશ્કેલ ર્નિણય હતો. મેં મારા સાથીદારો સાથે આ અંગે ચર્ચા કરી. મેં મિત્રો સાથે આ અંગે ચર્ચા કરી. યુક્રેનિયનો પાસે દારૂગોળો ખતમ થઈ રહ્યો છે. આ યુદ્ધ સામગ્રી સાથે સંકળાયેલું યુદ્ધ છે.

બાયડેને વધુમાં જણાવ્યું હતું કે તેઓ ટેન્કોને પલટી ખાઈ જતાં રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને લાગે છે કે યુક્રેનને તેની જરૂર છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ જાે બાયડેને આ અઠવાડિયે દારૂગોળો ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. અમેરિકા અને યુક્રેને ક્લસ્ટર હથિયારો પરના કન્વેન્શનની પુષ્ટી કરી નથી. યુકે, ફ્રાન્સ અને જર્મની સહિત ૧૦૦ થી વધુ દેશો દ્વારા ક્લસ્ટર હથિયારોને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે. જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસે કહ્યું કે યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવા બર્લિન માટે વિકલ્પ નથી. કારણ કે તે કરાર કરનારાઓમાં સામેલર છે. જાેકે, બોરિસે અમેરિકી સરકારના ર્નિણય પર કોઈ ટિપ્પણી કરી નથી.

Share.
Exit mobile version