ભારતની સૌથી મોટી ફૂડ સર્વિસ કંપની જ્યુબિલન્ટ ફૂડવર્ક્‌સ લિમિટેડ (એનએસઇ, બીએસઇઃ જ્યુબ્લફૂડ)એ આજે ગુજરાતમાં ન્યુ રાગી સુપર ક્રસ્ટ પિત્ઝા લોન્ચ કર્યા છે.
ભારતના કૃષિ ઉદ્યોગમાં ગુજરાત રાજ્યનું આગવું પ્રદાન છે અને રાજ્યએ જાડા કે બરછટ ધાનના ઉત્પાદન અને તેને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આ પિત્ઝા લોન્ચ કર્યો હતો. નવીનતા અને ગ્રાહકોના સંતોષ માટે વિખ્યાત બ્રાન્ડ તરીકે, ડોમિનોઝના મેનુમાં આ નવો ઉમેરો યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૨૩ના આંતરરાષ્ટ્રીય મિલેટ્‌સના વર્ષ તરીકે જાહેર કરવા સાથે સુસંગત છે. આ લોન્ચિંગ મિલેટ્‌સના પોષક તત્વો અને ઇકોલોજીકલ લાભોને પ્રોત્સાહન આપશે, જે તેમના વૈશ્વિક વપરાશને પ્રોત્સાહિત કરશે.

ડોમિનોઝના નિષ્ણાત રસોઇયાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પિત્ઝામાં રાગીનો લોટ, ઘઉંનો લોટ અને પ્લેન ઓટ્‌સ જેવા શ્રેષ્ઠ ગુણવત્તાવાળા મિલેટ્‌સના ઘટકો છે ઉપરાંત તે અળસીના બીજ, તડબૂચના બીજ, કોળાના બીજ અને સનફ્લાવર સીડ્‌સ જેવા વિવિધ સીડ્‌સનો તેમાં સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોમિનોઝની દૂરંદેશી પહેલની પ્રશંસા કરી અને જણાવ્યું હતું કે, “જુબિલન્ટ ફૂડવર્કસ લિમિટેડ અને ડોમિનોઝ દ્વારા સાણંદમાં મિલેટ પિઝાના લોન્ચિંગ અને તેમના આગામી ફૂડ પ્રોસેસિંગ પાર્કના વર્ચ્યુઅલ ઉદ્‌ઘાટનના આ મહત્વપૂર્ણ પ્રસંગનો ભાગ બનવાનો મને આનંદ છે.

જ્યુબિલન્ટ ફૂડવર્ક્‌સ લિમિટેડના ચેરમેન અને કો-ચેરમેન શ્યામ એસ ભરતિયા અને હરિ એસ ભરતિયાએ આ લોન્ચિંગ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “ગુજરાતનું વાઇબ્રન્ટ મિલેટ્‌સ ઉત્પાદન સંશોધનાત્મક વાનગીઓ માટે સામગ્રીનો ખજાનો પૂરો પાડે છે. અમારું લક્ષ્ય ૨૦૨૩ના વર્ષને સાચા અર્થમાં જાડાધાનનું વર્ષ બનાવવાના ભારત સરકારના સ્વપ્નને સાકાર કરવાનું છે. જ્યુબિલન્ટ ફૂડવર્ક્‌સે સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં અત્યાધુનિક ફૂડ પ્રોસેસિંગ પાર્ક સ્થાપવાની યોજના જાહેર કરી છે.

Share.

Leave A Reply

Exit mobile version