આઈટી સેક્ટરમાં વેચવાલીને કારણે સ્થાનિક શેરબજારો આજે ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈસેન્સેક્સ ૨૨૩.૯૪ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકાના ઘટાડા સાથે ૬૫,૩૯૩.૯૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈનિફ્ટી ૫૫.૧૦ એટલે કે ૦.૨૮ ટકાના ઘટાડા સાથે ૧૯,૩૮૪.૩૦ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પર ઓએનજીસીનો શેર મહત્તમ નુકસાન સાથે બંધ રહ્યો હતો.ટાટા મોટર્સ, ઈન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં આજે સેન્સેક્સ પર એક ટકાથી વધુનો ઘટાડો જાેવા મળ્યો હતો. એ જ રીતે એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેક, પાવરગ્રીડ, મારુતિ અને એચડીએફસીના શેર ૦.૫૦ ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. આ સિવાય ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ટીસીએસ, એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને આઈસીઆઈસીઆઈબેંક લાલ નિશાન સાથે બંધ થયા છે.
કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, નેસ્લે ઈન્ડિયા, ટાઈટન અને એસબીઆઈના શેર સેન્સેક્સ પણ વધારા સાથે બંધ થયા હતા.સેક્ટોરલ ઈન્ડાયસિસની વાત કરીએ તો આઈટી સિવાય બેન્કિંગ સેક્ટરના શેરમાં વેચવાલી જાેવા મળી હતી. જાેકે પીએસયુ બેન્ક અને ફાર્મા સેક્ટરના શેરમાં ખરીદી જાેવા મળી હતી. બીએસઈમિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૫-૦.૫ ટકાનો વધારો જાેવા મળ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા મજબૂત થઈને ૮૨.૨૪ પર બંધ થયો છે. અગાઉના સત્રમાં ડોલર સામે રૂપિયો ૮૨.૩૬ના સ્તરે હતો.જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના હેડ (રિસર્ચ) વિનોદ નાયરે જણાવ્યું હતું કે આઇટી સેક્ટરની કંપનીઓના કમાણીના નબળા ડેટાના ભયને કારણે ભારતીય શેરબજારમાં એક રેન્જમાં ટ્રેડિંગ થયું હતું. જાેકે, યુએસ ફુગાવામાં નરમાઈએ ઈન્ડેક્સને થોડો ટેકો લીધો હતો.