નવી દિલ્હી, તા.૨૦
પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ આદિપુરુષ જ્યારથી રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મની તેના નબળા વીએફએક્સ અને ખરાબ ડાયલોગ માટે ટીકા થઈ રહી છે. હવે આ મામલે ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને આદિપુરુષ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
એઆઈસીડબલ્યુએએ પત્રમાં આદિપુરુષ ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધની માંગ કરી છે અને કહ્યું હતું કે આ ફિલ્મની પટકથા અને ડાયલોગ સ્પષ્ટપણે ભગવાન રામ અને ભગવાન હનુમાનની છબીને બદનામ કરી રહ્યા છે. આદિપુરુષ ફિલ્મ હિન્દુઓ અને સનાતનની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે. પ્રભુ રામ એ ભારતમાં દરેક વ્યક્તિ માટે ભગવાન છે, પછી ભલે તે ગમે તે ધાર્મિક આસ્થામાંથી ધરાવતા હોય. આ ફિલ્મમાં ભગવાન રામ અને રાવણન પાત્રને એક વિડિયો ગેમના પાત્ર જેવા દેખાડાવામાં આવ્યા છે, જેના ડાયલોગ દેશ વિદેશમાં વસતા ભારતીયને દુઃખ પહોંચાડે છે.
તેઓ આગળ જણાવે છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરીએ છીએ કે તેઓ આ ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા અને ભવિષ્યમાં થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ પર આદિપુરુષ સ્ક્રીનિંગ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવાનો આદેશ આપે. અમારે ડિરેક્ટર, લેખક અને ફિલ્મના નિર્માતા સામે એફઆઈઆરની જરૂર છે. જેમણે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને આપણા ભગવાન શ્રી રામ, મા સીતા અને રામસેવક ભગવાન હનુમાનની છબી બચાવી છે. અભિનેતા પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાને ભારતીય સિનેમાના ઈતિહાસમાં બનેલી આવી અપમાનજનક ફિલ્મનો ભાગ ન હોવા જાેઈતા હતા. આદિપુરુષ ફિલ્મ લગભગ રપિયા ૫૦૦થી ૬૦૦ કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને આ ફિલ્મ અત્યાર સુધીમાં વિશ્વભરના બોક્સ ઓફિસ પરથી રુપિયા ૩૦૦ કરોડના આંકડાને પાર કરી ચૂકી છે. સોમવારે ફિલ્મની ખરાબ છબીને કારણે બોક્સ ઓફિસની કમાણીમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો અને માત્ર રુપિયા ૨૦ કરોડ જ એકત્ર કરી શકી હતી.