ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર (ભારત સરકાર) સંચાલિત શાળા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.
આ શાળામાં 21 મી જૂન 2023 ના સવારે 7:00 કલાકથી 7:45 સુધી યોગની વિવિધ યૌગિક ક્રિયાઓ કરવામાં આવી હતી. આ પ્રવૃતિમાં ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સના તમામ વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીગણ યોગ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્ય દંડકશ્રી તેમજ ડાંગ જિલ્લાના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી મહેશભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનાર તેમજ રમત ગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.