સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા બિગ બોસ ઓટીટી ૨ ગત સીઝનની સરખામણીમાં વધારે એન્ટરટેનિંગ છે અને તેમા શંકાને કોઈ સ્થાન નથી. બીજી સીઝનમાં કેટલાક કન્ટેસ્ટન્ટ્સનું ગ્રુપ બની ચૂક્યું છે, શોના ત્રીજા એપિસોડમાં જે કન્ટેસ્ટન્ટે છેલ્લે રિયાલિટી શોના ઘરમાં એન્ટ્રી મારી છે, તે છે આકાંક્ષા પુરી અને પલક પુરસવાની. ઘરમાં તેમના પ્રવેશવાની સાથે કો-કન્ટેસ્ટન્ટ્સનું મિક્સ રિએક્શન હતું. જાે કે, કોઈ વાતે સૌનું ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી આકાંક્ષા સાથે જદ હદીદની વાતચીત. પહેલા દિવસથી જ બંને વચ્ચે ગજબની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. તેના પરથી મીકા સિંહનું પત્તું કપાઈ જશે તેમ દર્શકોને લાગી રહ્યું છે. બિગ બોસ ઓટીટી ૨ના ઘરમાં જતાની સાથે જ આકાંક્ષા પુરીએ જદ હદીદને મજાકમાં જીજુ કહ્યું હતું, જ્યારે મનીષા જદના વખાણ કરી રહી હતી. જાે કે, જદને આ પસંદ આવી નહોતી અને તેણે આકાંક્ષાને જીજુ કહીને ન બોલાવવાની વિનંતી કરી હતી. જદે આકાંક્ષાને હોમ ટુર કરાવી હતી અને આ દરમિયાન તેને કહ્યું હતું કે ‘અમે અહીં ગાર્ડન એરિયામાં બેઠા હતા અને અમે વાતો કરી રહ્યા હતા કે અમને એક છોકરીમાં શું પસંદ છે. હું કહી રહ્યો હતો કે મને એક છોકરીમાં શું પસંદ છે’. જ્યારે આકાંક્ષાએ પૂછ્યું તો જદે જવાબમાં કહ્યું હતું કે ‘તેમણે તે છોકરીને આજે મોકલી છે. આ સાંભળીને આકાંક્ષા હસવા લાગી હતી. જદે આકાંક્ષાને પોતાનો સામાન લઈ જવામાં મદદ કરી હતી અને તેના માટે તરબૂચ પણ લઈને આવ્યો હોવાનું કહ્યું હતું. જદના આ જેશ્ચરે બાકી કન્ટેસ્ટન્ટ્સને ચોંકાવી દીધા હતા અને તેમની વચ્ચે ગણગણાટ થવા લાગ્યો હતો. સાંજે ચા પીતી વખતે આકાંક્ષા પુરી અને જદ હદીદે પલક પુર્સવાનીની સામે ‘આઈ લવ યુ’ કહ્યું હતું. હકીકતમાં, જદ આકાંક્ષાને જણાવી રહ્યો હતો કે તેમની ભાષામાં આ ત્રણ શબ્દો કેવી રીતે બોલાય. બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે એક સસ્પેન્સ છે. ગત વર્ષે સિંગર મીકા સિંહનો સ્વયંવર ‘મીકા દી વ્હોટી’ યોજાયો હતો, જેમા આકાંક્ષા પુરીએ પણ ભાગ લીધો હતો. તે ફાઈનલ સુધી પહોંચી હતી અને વિનર પણ બની હતી. જે બાદ સેટ પર બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી હતી. એક્ટ્રેસ બિગ બોસ ઓટીટી ૨ના ઘરમાં પ્રવેશી તે પહેલા સલમાન ખાને તેની સાથે વાતચીત કરી હતી. તેને તેના રિલેશનશિપ સ્ટેટસ અને શું તેના મીકા સિંહ સાથે લગ્ન થયા છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં આકાંક્ષાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેણે મીકા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને તેઓ માત્ર ક્લોઝ ફ્રેન્ડ્સ છે. તેણે કહ્યું હતું કે ‘કોઈ પંડિત નહોતા, કોઈ ફેરા નથી થયા, તેમણે મિત્ર મિત્ર કહીને વરમાળા પહેરાવી હતી. તો હાલ તો હું સિંગલ છું’.