એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી અવારનવાર નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ પેસેન્જર પર પેશાબ કરવાની ઘટનાઓએ જાેરદાર ચર્ચા પકડી હતી. ત્યારે હવે વધુ એક ઘટનાએ એર ઈન્ડિયાની આબરુંના ધજાગરા ઉડાડ્યા છે અને મુસાફરોને પણ હેરાન થવાનો વારો આવ્યો હતો. વાત એવી હતી કે, એર ઈન્ડિયાનો એક પાયલટ અધવચ્ચે એરપોર્ટ પર પ્લેન મુકીને ચાલ્યો ગયો હતો. તેણે એવું કહ્યું કે, તેની ડ્યૂટી પુરી થઈ ગઈ હોવાથી હવે તે પ્લેન નહીં ઉડાડે. ખરેખરમાં આ ઘટના લંડનથી દિલ્હી આવી રહેલી એક એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બની હતી. જેનો પાયલટ અધવચ્ચે જયપુર એરપોર્ટ પર પ્લેન મુકીને ચાલ્યો ગયો હતો. પાયલટનો તર્ક હતો કે, તેની ડ્યૂટી ખતમ થઈ ચૂકી છે, ત્યારે તે હવે પ્લેન નહીં ઉડાડે. કલાકો સુધી રાહ જાેયા બાદ પણ પ્લેન ટેક ઓફ ન થયું તો મુસાફરોને હાઈવેનો રસ્તો પકડીને દિલ્હી આવવું પડ્યું હતું.
પ્રાપ્ત જાણકારી મુજબ, લગભગ બે કલાક બાદ દિલ્હી એરપોર્ટ પરથી લીલી ઝંડી મળ્યા બાદ એક એક કરીને ફ્લાઈટ્સને રવાના કરવામાં આવી હતી. જાે કે, લંડનથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટ ત્રણ કલાક સુધી ત્યાં જ ઊભી રહી હતી. આવું એટલા માટે થયું, કારણ કે પ્લેનના પાયલટે એવું કહીને પ્લેન ઉડાડવાનો ઈનકાર કર્યો કે, તેની ડ્યૂટી ખતમ થઈ હતી. આવું કહ્યા બાદ તે ફ્લાઈટમાંથી નીચે ઉતરી ગયો હતો.
પાયલટના ઈનકાર બાદ મોડા સુધી ફ્લાઈટ ત્યાંને ત્યાં જ પડી રહી હતી. જેના કારણે પેસેન્જર્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પાંચ કલાક સુધી હાલાકી ભોગવ્યા બાદ કેટલાંક પેસેન્જર્સે ચાલતી પકીડ હતી. તેઓ હાઈવેના રસ્તે દિલ્દી પહોંચ્યા હતા. એ પછી બીજા ક્રૂની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બાકીના પેસેન્જર્સને પ્લેનથી દિલ્હી પહોંચાડવામાં આવ્યા હતા. આ કારણે સવારે ચાર વાગે દિલ્હી પહોંચનારી ફ્લાઈટે બપોરે બે વાગે જયપુર એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
દિલ્હીમાં ગઈ કાલથી થઈ રહેલો વરસાદ અને વાદળોના કારણે દિલ્હી એરપોર્ટને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આવી સ્થિતિમાં અનેક ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. લંડનથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને પણ દિલ્હીમાં લેન્ડ થવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ સ્થિતિમાં ફ્લાઈટ લગભગ ૧૦ મિનિટ સુધી હવામાં જ ચક્કર મારતી રહી હતી. લગભગ ૧૦ મિનિટ બાદ ફ્લાઈટને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.