થિરૂવનંતપુરમ,
કેરળની એક અદાલતે પોતાની પિતરાઈ બહેન સાથે દુષ્કર્મ આચરવા મામલે એક વ્યક્તિને ૧૩૪ વર્ષની જેલની સજા સંભળાવી છે. આ વ્યક્તિ પર આરોપ સાબિત થયો છે કે, તેણે તેની પિતરાઈ બહેન પર ઘણી વખત દુષ્કર્મ આચર્યું છે અને તેને ગર્ભવતી પણ બનાવી હતી. એડવોકેટે જણાવ્યું કે, પીડિતાએ એક બાળકને જન્મ આપ્યો છે જે બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ છે.હરિપદ ફાસ્ટટ્રેક સ્પેશિયલ કોર્ટના જજ સાજી કુમારે ૨૪ વર્ષના યુવકને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, ઈન્ડિયન પીનલ કોડ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. સરકારી વકીલ રઘુ કે. એ જણાવ્યું કે, તમામ કેસોમાં દોષિતને કુલ ૧૩૫ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તમામ સજા એકસાથે ચાલશે.
કેરળની અદાલતે આરોપી વ્યક્તિને ૫,૧ લાખનો દંડ ફટકાર્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને પીડિતને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જે ઘટના સમયે ૧૫ વર્ષની હતી.
દેશમાં મહિલાઓ અને સગીર છોકરીઓ પર દુષ્કર્મઅને અપરાધની ઘટનાઓના આંકડા ચિંતાનો વિષય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૨૧માં સગીર છોકરીઓ સાથે ૩૬,૦૬૯ કેસ નોંધાયા હતા. બીજી તરફ પુખ્ત વયના લોકો સાથે ૨૮,૬૪૪ કેસ નોંધાયા હતા. સગીરો સાથેના ગુનાના મોટાભાગના કેસ પોક્સો એક્ટ હેઠળ નોંધાયા છે. જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા ૫ વર્ષથી સગીર મહિલાઓ સાથે રેપના કેસનો ગ્રાફ વધ્યો છે.

Share.
Exit mobile version