ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં બોમ્બબાજી કરીને હાહાકાર મચાવનારા ગુડ્ડુ મુસ્લિમ અને ઘટનાનું ષડયંત્ર રચવામાં સામેલ અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન હાલ યુપી પોલીસ માટે એક કોયડો બની ચૂકી છે. બંને આરોપી પર પોલીસે ઈનામ પણ જાહેર કર્યું છે અને બંને પોલીસને વારંવાર ચકમો આપીને મહિનાથી ફરાર છે. ત્યારે પ્રયાગરાજ પોલીસને ગુડ્ડુ મુસ્લિમની કેટલીક ચોંકવાનારી માહિતી મળી છે. આ જાણકારી એક તરફ ગુડ્ડુ મુસ્લિમના એકતરફી પ્રેમનો ખુલાસો કરી રહી છે, તો બીજી તરફ અતીકના ઘરમાં બધુ બરાબર નહોતું ચાલી રહ્યુ હોવાનો પણ ખુલાસો કરે છે. ઉમેશ પાલ મર્ડર કેસ દરમિયાન ગુડ્ડુ મુસ્લિમ પ્રયાગરાજમાંથી લક્ઝરી કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન ગુડ્ડુ ઝાંસી પહોંચ્યો હતો અને બાદમાં અતીકના દીકરા અસદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ગુડ્ડુ ઝાંસીમાં કેટલાંક દિવસો સુધી રોકાયો હતો. એ પછી તે ત્યાંથી એ જ કારમાં પ્રયાગરાજ પહોંચ્યો હતો. જ્યાં તેણે આ કાર મૂકી દીધી હતી અને એ પછી શાઈસ્તાને ફોર્ચ્યૂનરમાં બેસાડીને પ્રયાગરાજથી ઝાંસી પહોંચ્યો હતો. પોલીસે પ્રયાગરાજમાંથી ગુડ્ડુ મુસ્લિમની આ કાર કબજે કરી લીધી છે. જે ફોર્ચ્યૂનર કારમાં બેસીને ગુડ્ડુ અને શાઈસ્તા ફરાર થયા હતા, એ કાર અતીકની નજીકના એક બિલ્ડર ખાલિદ ઝફરે ગિફ્ટમાં આી હતી. બિલ્ડરે શાઈસ્તા અને અશરફની પત્નીને પણ ગિફ્ટમાં એ કાર આપી હતી. આ ગિફ્ટ મળ્યા બાદ અતીકની પત્ની શાઈસ્તા અને તેના ભાઈની પત્ની જૈનબ અંદરોઅંદર બાખડ્યા હતા. બાદમાં ગુડ્ડુ મુસ્લિમે