અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રાની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી દમણમાં જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ દમણમાં ભગવાન જગન્નાથ ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળ્યા હતા. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં દમણના લોકો સામાજીક અને ધાર્મિક અગ્રણીઓ પણ જાેડાયા હતા. દમણમાં નીકળેલી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ભજન કીર્તન અને ડીજેના તાલે ભક્તો રથયાત્રામાં જાેડાયા હતા.
સાબરકાંઠાના ઇડરમા મોટા રામદ્રારા મંદીરથી ભગવાન જગન્નાથની ૨૫મી રથયાત્રાનું પ્રસ્થાન ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરાએ કરાવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નવિન રથમાં બિરાજમાન થઈ નગર ચર્યાએ નીકળતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જાેડાયા હતા. વધુમાં સાધુ સંતોની પાવન ભૂમિ એવા જૂનાગઢ શહેરમાં ૧૯ મી જાજરમાન રથયાત્રા નીકળી હતી. જેમાં લોકો જાેડાયા હતા.ડીસામાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું સાંસદ દિનેશભાઈ અનાવડીયા અને ધારાસભ્ય માળીએ રથને ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ધારાસભ્ય પ્રવીણ માળીએ રથયાત્રામાં લાઠીદાવ કરતા લોકો અચરજ પામ્યા હતા. આણંદ જિલ્લાના પેટલાદ રણછોડજી મંદિર ખાતેથી ૯૭ મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
અષાઢી બીજના દિવસે
મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના લોકો જાેડાયા હતા અને રસ ગરબા તેમજ હુડાની યુવક યુવતી સહિતનાએ જમાવટ કરી હતી. મચ્છુ માતાજીના કોઠે પહોચીને રથયાત્રા પૂરી કરવામાં આવી હતી અને આ ધાર્મિક પ્રસંગ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો.
તો રાજકોટમાં પણ રાજા રણછોડની રથયાત્રા નીકળી હતી. નાનામવા ખાતેના જગન્નાથ મંદિરથી ૧૫મી રથયાત્રા શરૂ થઈ હતી જે શહેરના અલગ અલગ વિસ્તારમાં રાજમાર્ગો પર ૨૨ કિલોમીટર ફરી હતી.જેમાં ૬૦ જેટલા ફ્લોટ્સ અને ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.જેમાં સનાતની બુલ્ડોજર ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તથા રથયાત્રામાં ૧૭૦૦થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષામાં, જાેડાયા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ રથયાત્રામાં જાેડાઈ ભગવાન જગન્નાથની આરતી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટની જનતા ખૂબ ધર્મ પ્રેમી છે, રાજકોટમાં રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. ખાસ રાજકોટમાં દરેક તહેવાર અનોખા હર્ષઉલ્લાસ સાથે ઉજવાય છે.
નવસારીના અગ્રવાલ કોલેજ રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં ૧૦મી રથયાત્રા યોજવામાં આવી હતી. જેમાં આશરે ૧૦,૦૦૦ જેટલા ભક્તો આ રથયાત્રામાં જાેડાઈ ધન્યતા અનુભવી હતી. તે જ રીતે દાહોદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાએ પહિંદવિધિ કરી હતી. પહિંદવિધિ બાદ સ્ન્છ મહેશ ભુરીયાએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આમ ઝાલોદ, લીમડી, લીમખેડા, સહિત અનેક વિસ્તારમાંથી રથયાત્રા નીકળી હતી