ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત્ આગમન થયું નથી તેમ છતાં તેનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે, તેમાં પણ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ગોધરામાં તા. ૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. દરમિયાન, આજે સવારના રાજ્યના ૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં ૩.૭ ઇંચ વરસાદ, ગોધરામાં ૩.૫ ઇંચ,વડોદરાના દેસરમાં ૨.૭ ઇંચ, આણંદમાં ૨.૪ ઇંચ, કાલોલ અને હાલોલમાં ૨-૨ ઇંચ વરસાદ પાડ્યો હતો.તે જ રીતે ઉમરેઠ અને ઠાસરામાં ૨-૨ ઇંચ વરસાદ અને સાવલી તથા ઘોઘંબામાં ૧.૭૫ ઇંચ વરસાદ તેમજ ધાનપુરામાં ૧.૫ ઇંચ, ગળતેશ્વર અને નડીયાદમાં ૧ ઇંચ વરસાદ પડ્યો હતો.
વધુમાં પંચમહાલના જાંબુઘોડામાં પોણા ત્રણ ઇંચ, છોટાઉદેપુરના જેતપુર-પાવીમાં પોણા બે ઇંચ, દાહોદના ધાનપુરમાં એક ઇંચથી વધુ, છોટાઉદેપુરના બોડેલી, વડોદરાના ડભોઈ અને પંચમહાલના ઘોઘંબામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ, મધ્ય ગુજરાતમાં વરસાદની જાેરદાર એન્ટ્રી થઈ હતી. જ્યારે મેઘરાજા આજે સવારે પણ મધ્ય ગુજરાત પર મહેરબાન બન્યા હતા. સવારના છથી આઠ વાગ્યા વચ્ચે પંચમહાલના ગોધરામાં સાડા ત્રણ ઇંચ, કાલોલ-હાલોલમાં બે-બે ઇંચ, વડોદરાના દેસરમાં બે ઇંચ, સાવલીમાં પોણા બે ઇંચ, આણંદના ઉમરેઠમાં સવા ઇંચ, પંચમહાલના ઘોઘંબામાં સવા ઇંચ, આણંદ અને ખેડાના ગળતેશ્વરમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો.