શહેરમાં રાયોટીંગની બે જેટલી ઘટના સામે આવી છે. શહેરના તાલુકા પોલીસ મથક ખાતે છ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જ્યારે કે શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સાત વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક પરિણીતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ભાણેજને અગાઉ એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જે બાબતે તેને રમેશ લાવડીયા સાથે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન ૨૦ તારીખના રોજ ફરિયાદી તેમજ તેમના પરિવારજનો રાધાકૃષ્ણ નગર શેરી નંબર ૧ ખાતે પોતાના ઘરે હાજર હતા, ત્યારે રમેશભાઈ લાવડીયા, સુખદેવભાઈ ચાવડા, ચેતન ચાવડા, ધર્મેશ, દિપક, રાહુલ ચકી તેમજ રાજદીપ નામનો વ્યક્તિ તેમના ઘરે આવ્યા હતા. ત્યારે આરોપીઓ દ્વારા લોખંડના પાઇપ લાકડાના ધોકો સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ ફરિયાદીનું છાતીના ભાગેથી બ્લાઉઝ પકડી ફાડી નાખ્યું હતું. તેમજ તેમના સાસુ વચ્ચે મધ્યસ્થી કરતા તેમનું પણ બ્લાઉઝ પકડીને ફાડી નાખવામાં આવ્યું હતું. તેમજ ફરિયાદીના સાસુને ટીકા પાટુનો તેમજ મૂંઢમાર મારવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓ દ્વારા એકટીવા મોટરસાયકલમાં પણ પાઇપ અને ધોકો મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ડાભી પાસળીના ભાગે ફ્રેક્ચર આવ્યાનું ડોક્ટરે જણાવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સાત આરોપીઓ વિરુદ્ધ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ (રાયોટીંગ), ૩૨૩, ૩૨૫, ૩૫૪, ૪૨૭, ૫૦૪, ૫૦૬ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ તાલુકા પોલીસ મથક ખાતે મજુરી કામ કરનારા ભુપતભાઈ ચંદ્રપાલ દ્વારા પોતાના સગા ભાઈ, ભાભી તેમજ ભત્રીજાઓ સહિતના છ વ્યક્તિ વિરુદ્ધ આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ (રાયોટીંગ), ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૪૪૭, ૫૦૪ સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, આરોપીઓ વિરુદ્ધ અગાઉ કરેલી ફરિયાદ બાબતે મનદુઃખ ચાલી રહ્યું હોવાથી આરોપીઓ દ્વારા ફરિયાદી તેમજ તેમની પત્નીને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, ગત ૧૯ તારીખના રોજ રાત્રિના સમયે હું તેમજ મારી પત્ની તેમજ દીકરો જમવા બેઠા હતા. તે દરમિયાન અમારી બાજુમાં રહેતો મારો ભત્રીજાે સુનિલ વિનુભાઈ ચંદ્રપાલ તેમજ દિવ્યેશ વિનુભાઈ ચંદ્રપાલ અમારા ઘરે આવ્યા હતા. તેમજ ઘરે આવી મને તેમજ મારી પત્નીને અગાઉ ચાર વર્ષ પૂર્વે ઘર સળગાવવા બાબતે તેમના વિરુદ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપવામાં આવી હતી.