કેનેડામાં છેલ્લા ઘણા દિવસોથી એકબાદ એક રહસ્યમયી રીતે ગુજરાતી વિદ્યાર્થીઓના ગુમ થવાની ઘટના બની રહી છે. ત્યારે ગુજરાતના આણંદનો વિષય પટેલ (ઉં.વ ૨૦) નામનો યુવક છેલ્લા ૬ દિવસથી ગાયબ થઈ ગયો હતો. કેનેડા પોલીસ યુવકની શોધખોળ કરી રહી હતી. ત્યારે કેનેડા પોલીસને બ્રાન્ડોન શહેરના પૂર્વમાં એસિનિબોઈન નદી હાઈવે બ્રિજ પાસેથી વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. વિષય પટેલે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરી દેવામાં આવી છે, તે મામલે હાલ તપાસ ચાલી રહી છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ઁસ્ રિપોર્ટ બાદ જ યુવકના મૃત્યુ પાછળનું સાચું કારણ સામે આવશે. હાલ મૃતક યુવકના માતા-પિતા કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છે. તો તે પરીક્ષામાં એક વિષયમાં ફેઈલ થયો હોવાની વાત પણ સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, આણંદના બોરીયાવી ગામનો વતની વિષય પટેલ છેલ્લા ૨ વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો. તે ૧૫ જૂને રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ઘરની બહાર નીકળતા જાેવા મળ્યો હતો. જે બાદ ઘણા સમય સુધી તે ઘરે પરત ન આવતા મિત્રો અને સગાસંબંધીઓએ તેની શોધખોળ હાથ ધરી હતી. વિષય પટેલની શોધખોળ કરવામાં આવતા તેની કોઈ ભાળ મળી નહોતી. જેથી આ અંગે બ્રાન્ડોન પોલીસને જાણ કરવામાં આવી હતી.
જે બાદ પોલીસે ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે યુવકની શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળ દરમિયાન એસિનિબોઇન નદી અને હાઇવે ૧૧૦ બ્રિજ પાસે લાપતા યુવાનના કપડા મળી આવ્યા હતાં. ત્યારબાદ ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓએ આ વિસ્તારની તપાસ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ (વિષય પટેલ) પ્રથમ યુવક નથી કે જે શંકાસ્પદ રીતે ગુમ થયો હોય અને પછી તેનો મૃતદેહ મળી આવ્યો હોય. આ પહેલા પણ ગુજરાતના જ હર્ષ પટેલ અને આયુષ ડાખરા નામના યુવકો શંકાસ્પદ હાલતમાં ગુમ થયા હતા, જે બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આયુષ ડાખરા મૂળ ભાવનગરના સિદસર ગામનો વતની હતો, તે ટોરન્ટો શહેરની યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગત ૫મી મેના રોજ આયુષ ડાખરા અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી તેની સાથે રહેતા મિત્રોએ આયુષના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી અને આયુષના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આવી જ રીતે એપ્રિલ મહિનામાં હર્ષ પટેલના ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.