૫ જૂલાઈ એ લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક અને દિવંગત ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની જન્મજયંતિ છે. દેશના અગ્રણી દલિત નેતાઓમાં તેમનું નામ સામેલ હતું. તેઓ એવા નેતા હતા જેમણે સરકારી નોકરી છોડીને ‘સરકાર’ બનવાનું નક્કી કર્યું. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે એકવાર કટાક્ષમાં રામવિલાસ પાસવાનને ‘રાજનીતિના હવામાનશાસ્ત્રી’ કહ્યા હતા, ત્યારપછી આ ટેગ તેમની સાથે જ રહ્યું હતું. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીના લગભગ ત્રણ મહિના પહેલા તત્કાલિન કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ઇત્નડ્ઢના વડા લાલુ પ્રસાદ યાદવને બિહારમાં કોંગ્રેસને કેટલીક વધુ બેઠકો આપવાનું સૂચન કર્યું હતું.
તેમને ડર હતો કે જાે આમ નહીં થાય તો યુપીએમાંથી બહાર ફેંકાઈ જવાનો ખતરો છે. તે સમયે લાલુ પ્રસાદ યાદવ યુપીએ-૧ સરકારમાં રેલવે મંત્રી હતા. લાલુ યાદવે તેમના કેબિનેટ સહયોગી રામવિલાસ પાસવાનના સૂચન પર ધ્યાન આપ્યું ન હતું. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે લાલુ યાદવની આરજેડીને ભારે નુકસાન થયું હતું. રામવિલાસ પાસવાન પણ હાજીપુરથી હારી ગયા હતા. પાસવાનની આગાહી મુજબ કોંગ્રેસ સતત બીજી વખત સત્તામાં આવી હતી. ત્યારથી લાલુ યાદવે રામવિલાસ પાસવાનને હવામાનશાસ્ત્રી કહેવાનું શરૂ કર્યું હતું, જેનો અર્થ એ થયો કે પાસવાનને અગાઉ ખ્યાલ આવી જતો હતો રાજકારણમાં કઈ રીતે પવન ફૂંકાઈ રહ્યો છે.
લાલુ યાદવે પણ ખાનગીમાં સ્વીકાર્યું હતું કે પાસવાનના સૂચનને ના માનવું એ તેમની સૌથી મોટી રાજકીય ભૂલોમાંની એક હતી કારણ કે આરજેડીને યુપીએમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી અને ૨૦૧૩માં આરજેડીના વડાને જેલમાં જવું પડ્યું હતું. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રામવિલાસ પાસવાન, તેમના પુત્ર ચિરાગ પાસવાન એ છ એલજેપી સાંસદોમાં સામેલ હતા જેઓ મોદી લહેરમાં જીત્યા હતા. રામવિલાસ પાસવાન એકમાત્ર એવા કેન્દ્રીય મંત્રી હતા જેમણે છ વડાપ્રધાનો સાથે કામ કર્યું હતું. ૨૦૧૪માં મોદી સરકારમાં જાેડાતા પહેલા પાસવાને વીપી સિંહ, એચડી દેવગૌડા, ઈન્દ્ર કુમાર ગુજરાલ, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહની સરકારમાં કામ કર્યું છે.