જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામ પાસે કાચા રસ્તાના રોડ પર રૂપિયા ૨૦ લાખની લૂંટની ઘટના બનતાં ભારે સનસનાટી મચી ગઈ છે. રંગપુર ગામના કમિશન એજન્ટ દ્વારા ૨૦ લાખની રકમ વેપારીને નાણાં ચૂકવવા માટે પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા પછી રસ્તામાં તેની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ લઈ લૂંટારૂઓ નાસી છૂટ્યા હતા, પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકા બંધી કરવામાં આવી છે અને લૂંટારોઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામમાં રહેતાં અને કમિશન એજન્ટ તરીકે કામ કરતાં અવેશ દોસ્તમામાદભાઈ ખીરા નામનો યુવાન કાલે પોતાના ઘેરથી જામનગરના વેપારીને રૂપિયા ચૂકવવા માટે બપોરે ત્રણેક વાગ્યા આસપાસ નીકળ્યા હતા. તેઓ રૂપિયા ૨૦ લાખની રોકડ રકમ લઈને રંગપુર ગામના કાચા રસ્તે થઈને મુખ્ય હાઈવે રોડ તરફ આવી રહ્યા હતા.આ દરમિયાન ડબલ સવારી બાઈકમાં બે અજાણ્યા શખ્સો આવ્યા હતા, જેમાં એક ૪૦ વર્ષનો અને બીજાે ૨૮ વર્ષની વયનો હતો. પરંતુ તેઓ બાઈકની નંબર પ્લેટ જાેઈ શકાયા ન હતા. પરંતુ બંને શખ્સોએ સૌપ્રથમ અવેશની આંખમાં મરચાની ભૂકી છાંટી દીધી હતી. જેથી તેની આંખો બંધ થઈ ગઈ અને પછી યુવાન સીધોજ માર્ગ પર નીચે પટકાયો હતો.
આ દરમિયાન જ બંને લુટારુઓ ૨૦ લાખની લૂંટ ચલાવી ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ સમગ્ર મામલા અંગે પોલીસને જાણ કરાતાં જ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. જામનગર એલસીબીની ટીમ અને એસઓજીની ટુકડી પણ લૂટારુંઓને શોધી કાઢવા માટે જાેડાઈ હતીઅને આસપાસના વિસ્તારોને ખૂંદી વળ્યા હતા.
પરંતુ લુંટારુઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસ દ્વારા બંને લૂંટારુઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, જ્યારે મેઘપર પોલીસ મથકમાં આ બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. લૂંટારાઓને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટની આ ઘટનાથી જામનગર જિલ્લામાં ભારે સનસનાટી મચી ગઈ છે.

Share.
Exit mobile version