ત્યારે તાજેતરમાં જ પડેલ કમોસમી વરસાદનાં કારણે અમુક ખેડૂતોને જીરાનો પાક નિષ્ફળ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો પણ જે ખેડૂતોને જીરાનો પાક સારા એવા પ્રમાણમાં થયો છે. તેના માટે જીરૂ હાલ સોના બરાબર છે. ત્યારે જીરાનાં પાકમાં માનવામાં ન આવે એટલી હદે તેજી આવતા ખેડૂત તેમજ વેપારી બંને ખુશખુશાલ છે. આ તેજી કોને તારશે તે તો આવનાર સમય જ બતાવશે. ત્યારે એશિયાનાં સૌથી મોટા ઊંઝા ગંજબજારને જીરા માટે સૌથી મોટું માર્કેટ ગણવામાં આવે છે.
મંગળવારે ઊંઝા ગંજબજારમાં ૨૦ કિગ્રા (મણ) નાં કોમોડીટીનાં ભાવ રૂા. ૧૦,૪૦૦ ની ઉંચાઈએ હતા. હાલ ખેડૂતો બજારમાં જીરાની રોજ ૧૦ થી ૧૨ હજાર જેટલી બોરીઓ ઠલવી રહ્યા છે.
જીરાનાં ભાગમાં આગઝરતી તેજી બાબતે પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, આ વખતે જીરાની મોટી પ્રમાણમાં માંગને લઈ ભાવમાં ભારે ઉછાળો જાેવા મળ્યો છે. હાલ જીરાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાઈ રહ્યા છે. જીરાના ભાવમાં વધારો થતા ખેડૂતો અને વેપારીઓ ખુશ થઈ ગયા છે. જાે કે હાલ જીરાની ખૂબ સૉલ્ટેજ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પરંતુ આ પાછળનું કારણ કંઈક અલગ જ ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોએ મોટાભાગનો એટલે કે ૯૯% જીરાનો માલ ૬ થી ૬ઃ૩૦ હજારમાં વેચી નાખ્યો છે. પરંતુ હવે જીરા નો ભાવ ૧૦,૦૦૦ ઉપર બોલાવવા લાગ્યો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ ૧૦,૨૫૨ બોલાયો છે. પરંતુ આ પાછળ મોટા વેપારી અને ખેડૂતો કંઈક અલગ જ કારણ જણાવી રહ્યા છે.