જુનાગઢ જિલ્લામાં હાલ તો વરસાદે વિરામ લીધો છે. પરંતુ હજુ પુરની સ્થિતિ યથાવત છે. પુરની સ્થિતિ યથાવત હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
સતત ત્રણ દિવસથી પૂરની સ્થિતિના કારણે લોકો જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે એક ગામે બીજા ગામે પણ ના જઈ શકતા હોય તેવી સ્થિતિ સામે આવી છે.
જેમના કારણે ગામના કેટલાય લોકો ટ્રેક્ટર અથવા જે.સી.બીના સહારે બાજુના ગામમાં અથવા તો શહેરમાં જીવન જરૂરિયાત વસ્તુ લેવા મજબૂત બન્યા હતા ભારે વરસાદના કારણે હજી પણ વાડી વિસ્તારમાં કેટલાય લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે અને હજુ પણ ઓજત નથી બે કાંઠે હોવાના કારણે લોકો એક બીજી જગ્યાએ અવર-જવર કરી નથી શકતા, ત્યારે આજે સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના નેતાઓ પૂરગ્રસ્તની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ રમેશભાઈ ધડુક ત્નઝ્રમ્ બેસી ગામના લોકોની મૂલાકાતે પહોંચ્યા હતા.
સાંસદ રમેશ ધડુકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘેડ પંથકના ગામોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે. હું પોતે પણ અહી જેસીબીમાં બેસીને આવ્યો છું. વાહનવ્યવહાર ઠપ્પ થઈ ચૂક્યો છે, ધેડના ૨૫ જેટલા ગામોમાં ઉપજાઉ જમીનમાં પાણી ફરી વળ્યા છે. અગાઉ પણ મેં તંત્રને રજૂઆત કરી છે અને આગામી સમયમાં પણ હું તંત્રને રજૂઆત કરીશ. ઘેડ પંથકમાં પાણી ભરવાની વર્ષો જૂની સમસ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાય છે અને ગઈકાલે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને નુકસાનીને જલ્દીથી જલ્દી સર્વે થાય તે અંગેની પણ માંગ કરી છે. પાણી ઉતરતાની સાથે જ ખેડૂતોના નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે.
૨૪ કલાક બાદ પણ એક યુવાન મળ્યો નથી.
ઓસા ગામ ખાતે દ્ગડ્ઢઇહ્લની ટીમ તેમજ સ્થાનિકો દ્વારા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઓસા ગામ ખાતે બે યુવાનો તણાયા હતા. ગ્રામજનો દ્વારા એક યુવાનનો બચાવ કરવામાં આવ્યો હતો. બાલા ગામના અંકિત નામના યુવાનની શોધખોળ હજુ પણ શરૂ છે.
સુત્રેજ ગામે પુરમાં ફસાયેલા બે વ્યક્તિઓ વિજપોલ ઉપર હતા, જેમને હેલીકોપ્ટર દ્વારા બચાવી જામનગર લઈ જવામાં આવ્યા હતા, ત્યારે હજુ પણ આવા કેટલાય લોકો પુરમાં ફસાયા હશે ત્યારે ફસાયેલા લોકોની શું પરિસ્થિતિ હશે એ તો પુરના પાણી ઉતર્યા બાદ જ જાણવા મળશે.