તાજેતરના સમયમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ટિ્વટરના સીઈઓ એલોન મસ્ક બંને વચ્ચેની મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ (એમએમએ)ની હરિફાઇના સમાચાર આવ્યા હતા, એમએમએના કારણે આ બંનેની ઘણી ચર્ચા થઈ હતી અને બંને સમાચારોમાં ચમક્યા હતા, બંનેની કેજ ફાઇટની રાહ જાેવાઇ રહી છે એવામાં હવે ફરી એકવાર બંનેની ચર્ચા તેજ થઈ ગઈ છે. ટેકની દુનિયામાં બંને વચ્ચે ટક્કર થવાની છે.
૪ જુલાઇના રોજ સમાચાર આવ્યા હતા કે ટેક જગતના આ બે મોટા દિગ્ગજાે ફરી એકવાર તેમની એપના માધ્યમથી સ્પર્ધા કરવા જઇ રહ્યા છે.
જાેકે, આ વખતે તેમની એપ્સ વિશ્વસનીયતા પર આધારિત હશે. એવા સમાચાર આવ્યા છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા, ટ્વીટરજેવી જ એક એપ લોન્ચ કરવા જઈ રહી છે, જેની સત્તાવાર જાહેરાત પણ તાજેતરમાં કરવામાં આવી છે. આ એપનું નામ ‘થ્રેડ્સ’ છે, જે ગુરુવારે એટલે કે ૬ જુલાઈએ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે.
ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી દ્વારા તાજેતરની જાહેરાત પછી આની પુષ્ટિ કરવામાં આવી હતી. ઝુકરબર્ગે તેને લગતી તમામ અટકળો વચ્ચે તેમણે ‘થ્રેડ્સ’ના લોન્ચિંગ પર મહોર મારી દીધી છે. તેમણે કહ્યું હતું કે મેટા ૬ જુલાઈના રોજ ટેક્સ્ટ એપ ‘થ્રેડ’ લોન્ચ કરવા જઈ રહી છે. આના પર હજુ ઘણું કામ કરવાનું બાકી છે, પરંતુ દરેક જણ તેના માટે ઉત્સુક છે.
નોંધનીય છે કે, ‘થ્રેડ્સ’ એપને એપલ એપ સ્ટોર પર લિસ્ટ કરવામાં આવી છે. જે ૬ જુલાઈએ એપ પર આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુઝર્સ ‘થ્રેડ્સ’ એપ પર તેમના ઇન્સ્ટા એકાઉન્ટથી લોગિન કરી શકશે. આ સાથે, તમે તમારા મનપસંદ એકાઉન્ટને પણ ફોલો કરી શકશો. આ એક ટેક્સ્ટ આધારિત એપ્લિકેશન છે, તેથી વપરાશકર્તાઓ ટેક્સ્ટના સ્વરૂપમાં તેના પર તેમના વિચારો વ્યક્ત કરી શકશે. હાલમાં, તેના અન્ય ઘણા ફીચર્સ વિશે માહિતી આવી નથી, તેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેની શૈલી ટિ્વટર જેવી જ હશે.