જાે તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. જી હા, ભારતીય રેલવેમાં મુસાફરી કરનાર કરોડો પ્રવાસીઓને ખાસ શરતો હેઠળ વિશેષ સુવિધાઓ આપવામાં આવશે અને રેલવે દ્વારા સમયાંતરે મુસાફરોને ઘણી સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે આવી જ એક મહત્વની જાહેરાત રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી છે અને એ મુજબ પ્રવાસીઓને મફત ભોજન આપવામાં આવશે. જાે તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો રેલવેના નિયમોનું ખાસ ધ્યાન રાખો, જેથી તમને મફત ભોજન પણ મળશે. ચાલો જાણીએ કે શું છે આ નિયમ અને કયા પ્રવાસીઓને આ મફત ભોજનની સુવિધા મળશે? રેલવેના નિયમ મુજબ મુસાફરી કરી રહેલા મુસાફરોના ખાવાના પૈસા ચૂકવવા પડશે નહીં. રેલવે દ્વારા મુસાફરોને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. આ વખતે અમે તમને એક એવી સુવિધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનો માહિતીના અભાવે પ્રવાસીઓ લાભ ઉઠાવી શકતા નથી આવો જાેઇએ શું છે આ યોજના? ઘણી વખત ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા મોડી પડે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે ટ્રેન લેટ થાય છે ત્યારે તમને રેલવે દ્વારા તમને ફ્રી ફૂડની સુવિધા આપવામાં આવે છે. કદાચ નહીં, આવો જાણીએ આ સુવિધા વિશે-
આઈઆરસીટીસીના નિયમ હેઠળ મુસાફરોને મફત ભોજનની સુવિધા આપવામાં આવે છે. આ સુવિધા ત્યારે ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે જ્યારે તમારી ટ્રેન ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં ૨ કલાક કે તેથી વધુ મોડી પડવાની હશે. પરંતુ તમને જણાવી દઈએ કે એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો જ આ સુવિધાનો લાભ લઈ શકશે. શતાબ્દી, રાજધાની અને દુરંતો એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો આ સુવિધાનો લાભ લઈ શકે છે. જાે તમને પણ મુસાફરીમાં મોડું થાય તો આ સુવિધાનો લાભ લેવાનો પ્રયાસ કરો.
રેલવેના નિયમો મુજબ ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા મુસાફરોને પણ આ સુવિધા આપવામાં આવે છે. જાે તમે કોઈપણ કારણોસર તમારી ટ્રેન ચૂકી જાઓ છો, તો પણ તમે નિયમો અનુસાર રિફંડ મેળવી શકો છો. આ માટે તમારે ટીડીઆર ફોર્મ ભરવાનું રહેશે અને ટ્રેન સ્ટેશનથી નીકળ્યાના એક કલાકની અંદર ટિકિટ કાઉન્ટર પર સબમિટ કરવું પડશે, તો તમને આ રિફંડનો લાભ મળી શકશે.

Share.
Exit mobile version