મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા બાદ આખરે ડેપ્યુટી સીએમ અજીત પવારે પોતાની રાજકીય મહત્વકાંક્ષાનો ખુલાસો કરી દીધો છે. અજીત પવારે કહ્યુ કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે જેથી જનતાના કલ્યાણ માટે પોતાની પાસે જે યોજનાઓ છે તેને લાગૂ કરી શકે. અજીત પવારે આ દરમિયાન કાકા શરદ પવારનો પણ ઉલ્લેખ કર્યો છે. અજીત પવારે કહ્યુ કે શરદ પવાર અમારા માટે દેવતા છે, અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ.
મહારાષ્ટ્રમાં એનડીએ સરકારનો હિસ્સો બનેલા અજિત પવારે ૨૦૧૪માં ભાજપની જીતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો હતો. અજિત પવારે કહ્યું કે નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે જ ૨૦૧૪માં ભાજપ સત્તામાં આવી હતી. અજિત પવારે ઉપનગરીય બાંદ્રામાં તેમના જૂથ દ્વારા બોલાવેલી બેઠકમાં આ વાત કહી. અજિત પવારે કહ્યું કે ૨૦૦૪ની વિધાનસભા ચૂંટણીમાં એનસીપીપાસે કોંગ્રેસ કરતા વધુ ધારાસભ્યો હતા, જાે તે સમયે અમે કોંગ્રેસને મુખ્યમંત્રી પદ ન આપ્યું હોત તો આજ સુધી મહારાષ્ટ્રમાં માત્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જ મુખ્યમંત્રી હોત. અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે દાવો કર્યો હતો કે તેમની પાસે ૪૦ થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.
એક તરફ અજીત પવારે પોતાના કાકા શરદ પવારને દેવતા ગણાવ્યા તો બીજી તરક્ષ કટાક્ષ પણ કર્યો છે. તેમણે ભાજવનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ત્યાં ૭૫ વર્ષમાં નેતા નિવૃત્ત થઈ જાય છે. અનિલે પોતાના કાકાની ઉંમર અને રાજકીય સક્રિયતા પર કટાક્ષ કર્યો છે.
અજીત પવારે કહ્યુ- તમે મને બધાની સામે ખલનાયકના રૂપમાં દેખાડ્યો. મારા મનમાં હજુ તેમના (શરદ પવાર) માટે સન્માન છે. તમે મને જણાવો, આઈએએસઅધિકારી ૬૦ વર્ષની ઉંમરમાં નિવૃત્ત થઈ જાય છે… રાજનીતિમાં પણ ભાજપા નેતા ૭૫ વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જાેશીનું ઉદાહરણ જાેઈ શકો છો. તેણે નવી પેઢીને આગળ આવવાની તક આપી છે. તમે (શરદ પવાર) અમને તમારા આશીર્વાદ આપો. પરંતુ તમે ૮૩ વર્ષના છો, શું તમે અટકવાના નથી? અમને તમારા આશીર્વાદ આપો અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી ઉંમર લાંબી થાય.