ગુજરાત હાઈકોર્ટમાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેને કોર્ટે આજે ફગાવી દીધી હતી અને અવલોકન કર્યું હતું કે આ કેસની ગંભીરતાને જાેતાં જામીન આપી શકાય તેમ નથી. કેસની તપાસ અને ચાર્જફ્રેમમાં તિસ્તા સેતલવાડે સહકાર આપવો જાેઈએ. તેઓની જામીન અરજી ફગાવી દઈને તેમને તાત્કાલિક સરેન્ડર થવાનો કોર્ટે આદેશ આપ્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કેસમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના જામીન હાઇકોર્ટે ફગાવી દીધા હતા. ગુજરાત હાઈકોર્ટે મુંબઈમાં રહેતા સામાજિક કાર્યકરને તાત્કાલિક સરેન્ડર કરવા કહ્યું છે. અહીં નોંધનીય છે કે ગુજરાત પોલીસે હ્લૈંઇ નોંધ્યા બાદ ૨૫ જૂન, ૨૦૨૨ના રોજ તિસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી. અહીં નોંધનીય છે કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ના રમખાણો સંબંધિત નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા દસ્તાવેજાે બનાવવાના આરોપ હેઠળ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડ કરાઈ હતી.
તિસ્તા સેતલવાડની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ઘણાં મહિનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. આ પછી સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૨માં તિસ્તા સેતલવાડને જામીન આપ્યા હતા. ર્નિજર દેસાઈએ ગુજરાત હાઈકોર્ટમાં તિસ્તાની જામીન અરજી પર સુનાવણી કરી અને તિસ્તાની માગણી ફગાવી દીધી.
સેતલવાડની જામીન અરજી પર જસ્ટિસ ર્નિજર દેસાઈએ ચુકાદો સંભળાવ્યા બાદ વરિષ્ઠ વકીલે કોર્ટને આ ચુકાદાના અમલ પર ૩૦ દિવસ માટે રોક લગાવવાની વિનંતી કરી હતી પરંતુ જસ્ટિસ દેસાઈએ આ વિનંતી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં અપીલ ન થાય ત્યાં સુધી આ ર્નિણય પર રોક લગાવવાની તિસ્તાના વકીલની માગને પણ ફગાવી દીધી છે. આ ઉપરાંત સેશન્સ કોર્ટમાં ચાલતા કેસમાં પણ તિસ્તાને સહકાર આપવા કોર્ટે આદેશ આપ્યો હતો. તિસ્તા સેતલવાડ પર આરોપ છે કે તેમણે ગુજરાતના રમખાણો પછી કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરી સાથે કાવતરું ઘડ્યું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (હવે વડાપ્રધાન)ને ફસાવવા માટે ખોટા પુરાવા સાથે ખોટા કેસ દાખલ કર્યા હતા. એટલું જ નહીં તિસ્તાએ તેમાં સસ્પેન્ડેડ આઈપીએસ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની મદદ લીધી હોવાનો પણ આરોપ છે.