દિલ્હીના બ્રિજપુરીમાં ચાકુબાજીની ઘટના સામે આવી છે જ્યાં એક યુવક અને તેના ભાઈને ચાકુ મારીને ઈજાગ્રસ્ત કરી દેવાયા છે. મોહમ્મદ જૈદ નામના એક વ્યક્તિએ ૨૦ વર્ષીય રાહુલને ચાકુ મારી દીધુ. બંનેની વચ્ચે કોઈ સામાન્ય વાતને લઈને વિવાદ થઈ ગયો હતો. રાહુલનો ૧૯ વર્ષીય પિતરાઈ ભાઈ સોનુ પણ આ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો. આરોપી અને પીડિત એક જ વિસ્તારમાં રહે છે. પોલીસ અનુસાર ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર છે. તેમના ધરપકડના પ્રયાસ ચાલુ છે. ઘટના સ્થળે સુરક્ષા વધારી દેવાઈ છે. વિસ્તારમાં તણાવ ફેલાવવાની આશંકાના કારણે અર્ધસૈનિક દળને પણ તૈનાત કરી દેવાયુ છે.
પોલીસ અનુસાર ૨૩ જૂને રાતે લગભગ ૧૦ વાગે ગલી નંબર ૫, ડી બ્લોક, બ્રિજપુરીમાં રહેતા ૧૯ વર્ષનો સોનૂ પોતાના પિતરાઈ ભાઈ રાહુલ સાથે ડિનર કર્યા બાદ બહાર આઈસક્રીમ ખાવા ગયો. આ દરમિયાન નજીકમાં રહેતા મોહમ્મદ જૈદનો રાહુલ સાથે એક નજીવી બાબતે વિવાદ થઈ ગયો. મોહમ્મદ જૈદે રાહુલના પેટના નીચેના ભાગમાં ચાકુથી હુમલો કર્યો. સોનૂના હાથ પર પણ ઈજા પહોંચી. આરોપી અને પીડિત એક જ ગલીમાં રહે છે. પોલીસે આ સંબંધિત આઈપીસી કલમ ૩૦૭/૩૨૪ હેઠળ દયાલપુરમાં એક કેસ નોંધ્યો છે. પોલીસ અનુસાર આરોપી મોહમ્મદ જૈદ ફરાર છે. ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરી લેવાશે. ઘટના સંદર્ભે વધુ તપાસ ચાલુ છે. બ્રિજપુરીમાં થયેલી ચાકુબાજીની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ એકવાર ફરી ઉપરાજ્યપાલ પર નિશાન સાધ્યુ છે. આમ આદમી પાર્ટીએ રાજધાનીની બગડતી કાયદા વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે અને આવી ઘટનાઓ પર ગંભીર ન થવા અને મૌન સાધવા માટે ભાજપ પર નિશાન સાધ્યુ. દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યુ, દિલ્હીમાં બ્રિજપુરી વિસ્તારમાં ચાકુબાજીની ઘટનાથી એવુ લાગતુ નથી કે આ દેશની રાજધાની છે. હવે તો હિન્દુ મુસ્લિમ એન્ગલ પણ છે હવે તો ભાજપ શોર મચાવી શકે છે, એલજી સાહેબને પ્રશ્ન કરી શકે છે.

Share.
Exit mobile version