ઉર્ફીની ફેશન લોકોને જેટલી નાપસંદ છે, ઉર્ફી એટલી જ વધુ ચર્ચામાં રહે છે. ઉર્ફીને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ ટ્રોલ કરે છે પરંતુ તેનાથી ઉર્ફીને કોઇ ફેર નથી પડતો. જાે કે, ઉર્ફીની ઘણી રસપ્રદ વાતો છે, પરંતુ તેમાંથી એક ચોંકાવનારી વાત છે ઉર્ફીનું એજ્યુકેશન ક્વોલિફિકેશન. ઉર્ફી જાવેદનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ લખનૌ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેણે તેનું સ્કૂલ એજ્યુકેશન સિટી મોન્ટેસરી સ્કૂલ, લખનૌમાંથી લીધું હતું અને ત્યારબાદ તેણે એમિટી યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. એક્ટિંગની દુનિયામાં પગ મૂકતા પહેલા ઉર્ફીએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી. તેને નાનપણથી જ એક્ટિંગ અને ડાન્સિંગનો શોખ હતો. આ જુસ્સો જ તેને મુંબઈ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં લઈ આવ્યો. તેણે ટેલીવિઝન શો ટેડી મેડી ફેમિલીથી તેની કરિયરની શરૂઆત કરી, જેમાં તેણે કેમિયો રોલ પ્લે કર્યો હતો. આ શોમાં કામ કર્યા બાદ તેને બડે ભૈયા કી દુલ્હનિયા, ચંદ્ર નંદિની, નામકરણ, મેરી દુર્ગા અને જીજી મા જેવા પોપ્યુલર શોમાં કામ કરવાની તક મળી. આટલી બધી સિરિયલોમાં કામ કરવા છતાં ઉર્ફીને ક્યારેય એટલું નામ અને પ્રસિદ્ધિ મળી નથી જેટલી તેના અતરંગી કપડાંથી મળી હતી. ઉર્ફી જાવેદ આજે ઇન્ડસ્ટ્રીનું નામ છે જે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેને રણવીર સિંહથી લઈને રણબીર કપૂર સુધી જાણે છે. ભલે હસીનાને ટ્રોલ કરવામાં આવે, પરંતુ લોકો તેના વિશે વાત કરવાથી પોતાને રોકી શકતા નથી. ઉર્ફી સોશિયલ મીડિયાનો હોટ ટોપિક બની ચુકી છે.