મોદીની પંચ લાઈન સાંભળીને USની સંસદમાં ગૂંજ્યો તાળીનો ગળગળાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા છે અહીં પહોંચતાની સાથે જાણે અમેરિકામાં ભારત છવાયું હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંના નેતાઓને મળ્યા ભારતીય મૂળના લોકોને મળ્યા જાેકે, ત્યાંની સંસદમાં પીએમ મોદીએ કરેલા સંબોધની ઘણી ચર્ચા છે. વડાપ્રધાને અમેરિકાની સંસદમાં સંબોધનને ગર્વની વાત ગણાવીને એક એવા શબ્દનો પ્રયોગ કર્યો કે તમામ નેતાઓ ઉભા થઈને તાળી પાડવા લાગ્યા હતા. આ સમયે આખું સંસદ ભવન ગુંજી ઉઠ્યું હતું. PM મોદીએ પોતાની સ્પીચ દરમિયાન કહ્યું કે પોતાના સંબોધન દરમિયાન અમેરિકાની સંસદમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ AIનો નવો અર્થ જણાવ્યો અને તે જાણીને નેતાઓએ તેમને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. વડાપ્રધાન પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, પાછલા કેટલાક વર્ષોમાં AI ની ઘણી ચર્ચા છે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ.. આજ સમયમાં વધુ એક AIની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એટલે કે અમેરિકા અને ઈન્ડિયા.. આ શબ્દ સાંભળ્યા બાદ ત્યાં હાજર સભ્યોએ પીએમ મોદીને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા, નેતાઓ આ દરમિયાન ઉભા થઈ ગયા હતા અને જે શબ્દો પીએમએ વાપર્યા હતા તેના માટે ખુશી છતી કરી હતી. અમેરિકાની સંસદને સંબોધન દરમિયાન પીએમ મોદી US વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પણ મળ્યા હતા. પીએમએ અહીં સંબોધન કરવાનું ગર્વ વ્યક્ત કર્યો હતો. સંબોધનની શરુઆતમાં મોદીએ ભારતના ૧.૪ બિલિયન લોકો તરફથી અમેરિકાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસ પર છે ત્યારે તેમણે ત્યાંની સંસદમાં સંબોધન કરીને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વખાણ કર્યા હતા. તેમણે પોતાને સંસદમાં કરવા મળેલા સંબોધન પ્રત્યે ગર્વ વ્યક્ત કરીને તેને અસામાન્ય ગણાવ્યું હતું.