સુરતના ઈચ્છાપોરમાં ૩૨ વર્ષીય મહિલાએ વીડિયો બનાવી આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ મહિલાએ પોતાના પતિના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને લઈ સ્થાનિકો સહિતના દોડી આવ્યા હતા. જે બાદમાં ઈચ્છાપોર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વિડીયોને લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઈચ્છાપોરમાં વિસ્તારમાં આજે એક મહિલાએ આપઘાત કરી લીધો છે. વાત જાણે એમ છે કે, ૩૨ વર્ષીય મહિલાએ આપઘાત પહેલા એક વિડીયો બનાવ્યો હતો. જેમાં મને મારો પતિ હેરાન કરે છે, એટલે હું આપઘાત કરું છું, તેવું કહેવામાં આવ્યું છે. જે બાદમાં મહિલાએ જીવનલીલા સંકેલી લીધી છે.
આ તરફ મહિલાએ આપઘાત કરી લીધા બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા. જ્યાં મહિલાએ ગળેફાંસો ખાલી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદમાં ઈચ્છાપોર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપ્યો હતો. આ સાથે મૃતકના આપઘાત પહેલા બનાવેલ વિડીયોને આધારે વધુ તપાસ શરૂ કરી છે.