અભિનેત્રી દીપિકા કક્કરે દીકરાને આપ્યો જન્મ
ઈબ્રાહિમ અને કક્કર પરિવારને ૨૦ જૂન અને ૨૧ જૂન એમ સળંગ બે દિવસ સુધી સેલિબ્રેશન કરવાનું કારણ મળી ગયું છે. ૨૦ જૂને શોએબ ઈબ્રાહિમનો બર્થ ડે છે જ્યારે ૨૧ જૂને તેમના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. જી હા, શોએબ અને દીપિકા કક્કર મમ્મી-પપ્પા બની ગયા છે. કપલે આ વાતની માહિતી તેમના સોશિયલ મીડિયા થકી આપી છે અને પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ હોવાનું પણ જણાવ્યું છે. શોએબે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે ‘અલહમદુલ્લાહ આજે ૨૧ જૂન ૨૦૨૩એ વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. તે પ્રી-મેચ્યોર ડિલિવરી છે પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી. અમને તમારી દુઆમાં યાદ રાખજાે’, તો ન્યૂ મોમે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરમાં આ સ્ટેટમેન્ટ રીશેર કરી બ્લૂ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું હતું. જણાવી દઈએ કે, દીપિકા કક્કર પ્રેગ્નેન્સીના ત્રીજા ટ્રાયમેસ્ટરમાં હતી અને તેની ડ્યૂ ડેટ જલાઈમાં હતી. થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસની ડિલિવરી થઈ ગઈ હોવાના ન્યૂઝ વહેતા થયા હતા. તેના પર પ્રતિક્રિયા આપતાં વ્લોગમાં શોએબે જણાવ્યું હતું કે ‘કેટલાક રિપોર્ટ્સ ફરી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અમારા ઘરે જુડવા બાળકો આવ્યા છે તો કેટલાકમાં કહેવામાં આવી રહ્યું છે કે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. જાે કે, આ વાત સાચી નથી. મેં અગાઉ કહ્યું હતું તેમ ડોક્ટરે ટેન્ટેટિવ તારીખ આપી છે. જુલાઈના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં ડિલિવરી થઈ શકે છે. અમારા ઘરે જ્યારે પણ બાળક આવશે ત્યારે અમે તમને વ્લોગ અથવા ઈન્સ્ટાગ્રામ થકી ખબર આપીશું. હજી તો મંગળવારે જ શોએબ ઈબ્રાહિમે તેનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો અને આખો પરિવાર ડિનર માટે બહાર ગયો હતો. કપલે જાન્યુઆરીમાં પ્રેગ્નેન્સીની જાણકારી આપી હતી. આ સમયમાં પણ દીપિકા કક્કર સખત એક્ટિવ રહી છે. તે પછી જિમમાં વર્કઆઉટ હોય, રમઝાનમાં બધા માટે કંઈક ખાસ ડિશ બનાવવાની વાત હોય કે ઘરના રિનોવેશનમાં ધ્યાન આપવાની વાત. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતી હતી અને તેની યૂટ્યૂબ ચેનલ પર તે કેવું અનુભવી રહી છેથી લઈને ક્રેવિંગ અંગે શેર કરતી હતી. દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમના ઘરે લગ્નના પાંચ વર્ષ બાદ કિલકારી ગૂંજી છે. કપલના નિકાહ ફેબ્રુઆરી ૨૦૧૮માં થયા હતા. તેમની પહેલી મુલાકાત સીરિયલ ‘સસુરાલ સિમર કા’ના સેટ પર થઈ હતી, જેમાં તેઓ સિમર અને પ્રેમના રોલમાં હતા. પહેલા તેઓ મિત્રો બન્યા હતા અને બાદમાં પ્રેમમાં પડ્યા હતા. જે બાદ એક્ટરના વતનમાં તેમણે નિકાહ કર્યા હતા.