એક ધનાઢ્ય ઉદ્યોગપતિએ પોતાના પૈતૃક ગામના લોકોને એવું સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક જ ઝટકામાં આખું ગામ સમૃદ્ધ થઈ ગયું હતું. ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ બની ગયો હતો. હવે ગ્રામજનો આ ઉદ્યોગપતિ પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે.
પ્રોપર્ટી ડેવલપર બૂયોંગ ગ્રુપના સ્થાપક લી જાેંગ ક્યુન દક્ષિણ કોરિયાના રહેવાસી છે. આ ૮૨ વર્ષીય ઉદ્યોગપતિએ સુનચિઓન શહેરના નાના ગામ અનપ્યોંગ-રીના લોકોને લગભગ ૫૮-૫૮ લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. તેમણે ગામના વિદ્યાર્થીઓમાં ઈતિહાસના પુસ્તકો અને ટુલસેટનું વિતરણ પણ કર્યું હતું.

મળેલા અહેવાલો મુજબ આ એનપ્યોંગ-રી ગામમાં કુલ ૨૮૦ પરિવારો રહે છે. બૂયોંગ ગ્રુપના સ્થાપક જાેંગે તમામ પરિવારોને ૫૮-૫૮ લાખ રૂપિયા આપ્યા છે. એટલું જ નહીં તેમણે તેમના સ્કૂલ સમયના મિત્રોને લાખો રૂપિયાની ભેટ પણ આપી છે. કુલ મળીને જાેંગે ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. લોકો તેમની ઉદારતાના વખાણ કરી રહ્યા છે.
જાેંગની કંપની તરફથી જણાવવામાં આવ્યું કે આ પૈસા ગામના લોકોનું આભાર વ્યક્ત કરવા માટે આપવામાં આવ્યા છે.

દાનની રકમ જાેંગના અંગત ભંડોળમાંથી આપવામાં આવી હતી. એક સમયે જાેંગ ખુબ જ ગરીબીમાં રહેતો હતી, ત્યારે ગામના કેટલાક લોકોએ તેને ટેકો આપ્યો હતો. આવી સ્થિતિમાં હવે સક્ષમ બનીને તેમણે આભાર વ્યક્ત કરવા માટે રોકડનું વિતરણ કર્યું છે. જાેંગે ૧૯૭૦ના દાયકામાં રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. આજે તેમની કુલ સંપત્તિ લગભગ ૧.૫ લાખ કરોડ રૂપિયા છે. તેઓ દક્ષિણ કોરિયાના ટોપના ધનાઢ્યોમાંના એક છે. એક સામાન્ય પરિવારમાંથી બિઝનેસ ટાયકૂન બનવાની તેમની સ્ટોરી ખૂબ પ્રેરણાદાયી છે. જાેંગ ચેરિટી માટે પ્રખ્યાત છે. જાે કે તેની કરચોરી અને છેતરપિંડીના કેસમાં પણ ધરપકડ કરવામાં આવી છે.

Share.

Leave A Reply

Exit mobile version