બિપોરજાેય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. વાવાઝોડું હાલ પોરબંદરથી ૨૯૦ કિમી દૂર છે, ત્યારે ભારે પવન ફૂંકાવવાને કારણે નુકસાની અને જાનહાનીની તસવીરો સામે આવી રહી છે. બિપોરજાેય વાવાઝોડાની અસરના પગલે પોરબંદરમાં એક મકાન ધરાશાયી થયું હતું. જેના કાટમાળમાં એક વ્યક્તિનું દટાઇ જતાં મોત નિપજ્યું છે.
હવે બિપોરજાેય વાવાઝોડાની વિચલિત કરતી તસવીરો સામે આવી રહી છે. પોરબંદરના ખારવા વાડમાં એક મકાન ધરશાયી થયું છે. મકાન ધરશાયી તેના કાટમાળમાં એક વ્યકિત દટાઇ જતાં તેને બચાવવા માટે ફાયર વિભાગની ટીમે રેસ્કયૂ હાથ ધર્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આ વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જાેકે, કાટમાળ નીચે દટાઇ જતાં આ વ્યક્તિનું મોત નિપજ્યું છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારની ઘટના. પાલાના ચોક વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. જર્જરીત મકાન ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે પ્રકાશ નારણ લોઢારી (ઉ.૫૦) દટાઇ ગયા હતા. નોંધનીય છે કે, જૂનાગઢના માંગરોળમાં પણ મકાન ધરાશાયી થયું છે. ભારે પવન અને વરસાદના કારણે મકાન ધરાશાયી થયું છે. બાળક સહિત ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે ભારે પવન ફૂંકાવાના કારણે મકાન ધરાશાયી થયાનું અનુમાન છે.