સની દેઓલનો દીકરો અને એક્ટર કરણ દેઓલ આખરે પોતાના બાળપણની મિત્ર અને ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્યને પરણી ગયો છે. કરણ અને દ્રિશાએ ૧૮ જૂનના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. કપલના લગ્નમાં પરિવારજનો અને અંગત મિત્રો હાજર રહ્યા હતા. જે બાદ સાંજે ધમાકેદાર રિસેપ્શન રાખવામાં આવ્યું હતું અને તેમાં બોલિવુડ સેલેબ્સનો મેળાવડો જાેવા મળ્યો હતો. હવે કરણ દેઓલે લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેને મમ્મી-પપ્પા અને દાદા-દાદી આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે. કરણ દેઓલે વિવિધ તસવીરો શેર કરી છે જેમાં તેના પરિવારના સભ્યો દેખાય છે. પહેલી તસવીરમાં દાદા ધર્મેન્દ્ર તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે જાેવા મળે છે. બંને નવદંપતીને આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે. પ્રકાશ કૌર જાહેરમાં ખૂબ ઓછા જાેવા મળે છે ત્યારે પૌત્રના લગ્નમાં તેમની હાજરી ઉડીને આંખે વળગી હતી. બીજી તસવીરમાં કરણ અને દ્રિશા સની દેઓલ અને તેની પત્ની પૂજા સાથે પોઝ આપી રહ્યા છે. બીજી એક તસવીરમાં આખો દેઓલ પરિવાર પોઝ આપતો દેખાઈ રહ્યો છે. બોબી, સની, કરણ, રાજવીર, અભય, તાન્યા અને પૂજા દેઓલ નજરે પડે છે. છેલ્લી તસવીરમાં પિતા-પુત્ર સની અને કરણ દેઓલ દેખાઈ રહ્યા છે. આ ફોટોઝ શેર કરતાં કરણે લખ્યું, “અમારા વહાલા પરિવારના અસંખ્ય આશીર્વાદ અને સહકાર બદલ અમે તેમના આભારી છીએ. અમારા હૃદય કૃતજ્ઞતા અને વિનમ્રતાથી છલકાઈ રહ્યા છે.” આ પોસ્ટ પર કરણના કાકા બોબીએ હાર્ટ ઈમોજીથી કોમેન્ટ કરી હતી. ઉપરાંત ફેન્સને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, દ્રિશા ફિલ્મમેકર બિમલ રોયની દીકરી રિન્કી ભટ્ટાચાર્યની પૌત્રી છે. રિન્કી ભટ્ટાચાર્યએ ફિલ્મમેકર બાસુ ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા છે. દ્રિશા છૈં એક્સપર્ટ છે. વળી, કરણ પિતા-દાદા અને કાકાના પગલે ચાલીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો છે. તેણે સની દેઓલના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે ફિલ્મ ‘અપને ૨’માં જાેવા મળશે.