રાજકોટના કુવાડવા ગામ પાસે ૧૪૦૦ કરોડના ખર્ચે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. જે નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે અનેક વખત પીએમ મોદીની સુચનાઓ પણ આવી છે કે, હવે આ કામ ઝડપથી પૂરું કરો. પરંતુ જાણે હવે આતુરતાનો અંત. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું પ્રથમ તબક્કાનું ૫૭૨ કરોડનું કામ પૂર્ણતાના આરે છે હવે મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ટેક ઓફ તરફ છે.
લાયસન્સ માટે ડીજીસીએની ટીમ રાજકોટમાં થોડા દિવસમાં જ આવશે અને તેની પ્રક્રિયા પૂર્ણ કરશે અને ઓગસ્ટ મહિનામાં ફ્લાઈટ ઉડાન ભરે તેવી પૂરી શક્યતાઓ છે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર ૨૮૦થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક ૫,૩૭૫ કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (છ ૩૨૦-૨૦૦), બોઇંગ (મ્ ૭૩૭-૯૦૦) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે.
આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, સ્ઇર્ં/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. ૨૫૦૦ એકરમાં બનવા જઈ રહેલા આ એરપોર્ટમાં ૧૫૦૦ એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, ૨૫૦ એકરનો ગ્રીન ઝોન, ૫૨૪ એકર સિટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે ૨૫૦ એકર જમીનનો ઉપયોગ કરાશે. ગલ્ફ કન્ટ્રીના ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે. ગલ્ફ કન્ટ્રીમાં કાર્ગો પેસેન્જરનું હબ બનશે. ૩૪૦ મીટર લાંબુ અને ૨૫ મીટર પહોળો રનવે, રાજકોટથી ગલ્ફ ડાયરેક્ટ મળશે. હાલ ૨૪ કલાક નિર્માણની કામગીરી ચાલી રહી છે,
૨૫૦૦ એકરમાં ૧૪૦૦ કરોડના ખર્ચે એરપોર્ટ ૬૦૦થી વધુ મેન પાવરનો ઉપયોગ થઈ રહ્યો છે એક કલાકમાં ૧૪ ફ્લાઈટ ઉડાન ભરશે અને પ્લેન લેન્ડ થવાની બે મિનિટ ખાલી થશે. રાજકોટ નજીક તૈયાર થયેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને આઈએટીએ (ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસો.) દ્વારા એચએસઆર કોડ આપવામાં આવ્યો છે. (સીટીઃ હિરાસર, દેશ-ઈન્ડિયા, લોકેશન નામઃ હિરાસર એરપોર્ટ) હવેથી ઈન્ટરનેશનલ કક્ષાએ હિરાસર એરપોર્ટનો વિધિવત સમાવેશ સાથે ઓળખ આપવામાં આવી છે.
હાલના એરપોર્ટમાં કાર્યરત તમામ વિભાગોના સ્થળાંતર માટે પણ ગતિવિધિ તેજ બની છે. ચાલુ મહિન દરમિયાન એરપોર્ટના (૧) ફાયર, (૨) એમ.ટી. (૩) સી.એન.એસ. (૪) એટીએસ (૫) સીવીલ એન્જી. (૬) ઈલે. એન્જી. વિભાગોનું સ્થળાંતર થનાર છે. જ્યારે અન્ય બાકીના એચ.આર. અને ફાયનાન્સ વિભાગો માટે નવા હિરાસર એરપોર્ટમાં ઓફિસનું કામ પૂર્ણ થયેથી સ્થળાંતર થશે. ડીસીસીએ અને એરપોર્ટ ઓથોરીટીએ એર ઈન્ડીયા અને ઈન્ડીગો એરલાઈન્સ કંપનીને પણ સ્થળાંતર કરી નવા હિરાસર એરપોર્ટમાં ૧લી ઓગષ્ટથી ઓફિસ કાર્યરત કરવા આદેશ કર્યો હોવાનું જાણવા મળેલ છે.