રાજધાની પટનામાં મુખ્યમંત્રી આવાસ પર શુક્રવારે યોજાયેલી બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠકને લઈને જે માહિતી સામે આવી છે તે મુજબ નીતિશ કુમારને વિપક્ષી એકતાના સંયોજક બનાવવામાં આવી શકે છે. વિપક્ષો આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવા તૈયાર થયા છે.
આ બેઠકમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, મહેબૂબા મુફ્તી, શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે, ઉદ્ધવ ઠાકરે, સુપ્રિયા સુલે, અખિલેશ યાદવ, અજિત પવાર, ભગવંત માન, રાઘવ ચઢ્ઢા, એમકે સ્ટાલિન, હેમંતસોરેન સહિત લગભગ ૧૫ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
વિપક્ષી પાર્ટીઓની પ્રેસ કોન્ફરન્સમાં સૌથી પહેલા લાલુ યાદવ અને શરદ પવાર પહોંચ્યા હતા. તેમની સાથે સુપ્રિયા સુલે પણ હાજર હતાં. આ પછી મહેબૂબા મુફ્તી અને અન્ય નેતાઓ મંચ પર પહોંચ્યા. જાે કે આ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને એમકે સ્ટાલિન હાજર ન હતા. તે પોતાના વતન જવા રવાના થયા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે સાથે મળીને ચૂંટણી લડવા માટે સમજૂતી થઈ ગઈ છે. આગામી બેઠક થોડા દિવસોમાં શિમલામાં યોજાશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના પાયા પર હુમલો થઈ રહ્યો છે. ભાજપ ઈતિહાસ, સંસ્થાન પર હુમલો કરી રહી છે. આ વિચારધારાની લડાઈ છે. અમે નક્કી કર્યું છે કે અમે સાથે મળીને કામ કરીશું. અમે અમારી વિચારધારાની રક્ષા કરીશું. તેમણે એમ પણ કહ્યું કે નાના-મોટા મતભેદો હશે.
મમતા બેનર્જીએ કહ્યું કે પટનામાં ઘણું આંદોલન શરૂ થયું. આ બેઠક પટનાથી શરૂ થઈ હતી. અમે એકજૂટ છીએ. અમે સાથે મળીને લડીશું. અમને વિરોધી ન કહો – અમે પણ દેશના નાગરિક છીએ. આપણે ભારત માતા પણ કહીએ છીએ. આ ભાજપની સરમુખત્યારશાહી છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમામ રાજ્યોની અલગ અલગ સીટો પર ચર્ચા થશે. એજન્ડા પણ નક્કી કરવામાં આવશે. શરદ પવારે કહ્યું કે આપણે બધા સાથે મળીને લડીશું. પરસ્પર મતભેદ છોડીને આગળ વધીશું.
મહેબૂબા મુફ્તી જે જમ્મુ-કાશ્મીરમાં બનતું હતું તે આખા દેશમાં થઈ રહ્યું છે. અમે ગાંધીના દેશને ગોડસેનો દેશ નહીં બનવા દઈએ. આપણે ગાંધીજીના દેશ માટે હાથ મિલાવ્યા છે. અમારી એકતા નીતિશ માટે મોટી સફળતા છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આપણે બધાની અલગ અલગ વિચારધારા છે. અમે દેશની અખંડિતતા માટે સાથે આવ્યા છીએ. દેશમાં સરમુખત્યારશાહી લાવનારાઓનો વિરોધ કરાશે. હું મારી જાતને વિરોધ પક્ષ માનતો નથી. જાે શરૂઆત સારી હોય તો ભવિષ્યમાં બધું સારું છે.
ઓમર અબ્દુલ્લા વિપક્ષી પાર્ટીઓનું સાથે આવવું એ મામૂલી બાબત નથી. અમારો હેતુ સત્તા મેળવવાનો નથી. આ સત્તા માટેની લડાઈ નથી, આ તો સિદ્ધાંતો અને વિચારધારાની લડાઈ છે.
દેશના બંધારણને બચાવવાની લડાઈ છે. હું મહેબૂબા મુફ્તી દેશના કમનસીબ ભાગની છું. જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જાે મળવો જાેઈએ.
સીતારામ યેચુરીએ કહ્યું કે આ ફાસીવાદ હિંદુત્વ રાજ્ય બનાવવા માંગે છે. દેશના બંધારણનું રક્ષણ કરવું પડશે.
અખિલેશ યાદવે કહ્યું કે તેઓ આવનારા સમયમાં જન આંદોલન કરશે. પટનાનો સંદેશ છે કે અમે સાથે મળીને કામ કરીશું. દેશના લોકો અને દેશ કેવી રીતે આગળ વધે છે તેના પર કામ કરશે. બિહાર નવજાગરણનું સાક્ષી બની રહ્યું છે.
હેમંત સોરેને કહ્યું કે આજે અહીં વિવિધ વિચારધારાના લોકો છે. ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને સર્વસંમતિ સધાઈ હતી.આજે જે શરૂઆત થઈ છે તે દેશ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. જાે પ્રમાણિક દ્રઢ નિશ્ચય સાથે તેને વધારવામાં આવે તો દરેક મુકામ હાંસલ કરી શકાય છે. સાથે મળીને આગળની લડાઈ લડીશું.
લાલુ યાદવે કહ્યું કે અમે હવે સંપૂર્ણ રીતે ફિટ છીએ. હવે મોદીજીએ ફિટ થવું પડશે. આપણે એક થઈને લડવું પડશે. સાથે મળીને લડવું પડશે દેશ પતનની આરે છે.પીએમ મોદી અમેરિકામાં ચંદનનું વિતરણ કરી રહ્યા છે. હનુમાનજીએ તેને કર્ણાટકમાં ગદાથી માર્યા હતા. હનુમાનજી અમારી સાથે છે.
ભાજપ અને મોદીની ખરાબ હાલત થવાની છે. લાલુએ આ દરમિયાન રાહુલ ગાંધીના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલે લોકસભામાં અને અદાણી મુદ્દે સારું કામ કર્યું.