તુર્કીમાં ચાર ગુજરાતીઓના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ગુજરાતીઓના અકસ્માતમાં કરૂણ મોત થયા છે.
બે વિદ્યાર્થી બનાસકાંઠાના અને બે વિદ્યાર્થી પોરબંદરના હતાં. જેઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. અત્રે જણાવીએ કે, બે કાર સામ સામે અથડાતા આ કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. પાપ્ત માહિતી મુજબ આ ચાર વિદ્યાર્થીઓ રજાના દિવસ ફરવા નીકળતા આ ઘટના ઘટી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ ચાર વિદ્યાર્થી રજાના દિવસે બહાર ફરવા નીકળ્યા હતા ત્યારે તુર્કીના કિરેનિયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં તમામ મોતને ભેટ્યા હતાં. મૃતકોના પરિવારજનો વતનમાં મૃતદેહો લાવવા માગ કરી રહ્યાં છે. તો બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે, મૃતક વિદ્યાર્થીની પૃષ્ટીના માતા તુર્કીમાં હતી અને જ્યાં પૃષ્ટિના અંતિમવિધી પણ કરવામાં આવ્યા છે.

મૃતક અંજલિ મકવાણા બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની વતની હતી. જેની ઉંમર ૨૧ વર્ષીય હતી અને તેણે બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા હતો. અંજલી છેલ્લા એક વર્ષથી તુર્કીમાં હોટલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી

. તે ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળી હતી તે સમય દરમિયાન કિરેનિયા નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મૃત્યું થયું છે. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે તેમજ મૃતદેહોને વહેલી તકે વતન લવાય તેવી માંગ કરવામાં આવી રહી છે.

Share.

Leave A Reply

Exit mobile version