ભારતના તાઈવાન સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તાઈવાન મુંબઈમાં તેની ત્રીજી ભારતીય ઓફિસ ખોલવા જઈ રહ્યું છે.
આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે ઘણી તાઈવાનની કંપનીઓ પણ ભારતમાં પ્રોડક્શન શરૂ કરી રહી છે.
ચીનના આક્રમણના ખતરાનો સતત સામનો કરી રહેલા તાઈવાને ભારતને લઈને મોટી જાહેરાત કરી છે. તાઈવાને ભારતમાં તેની ત્રીજી રાજદ્વારી કચેરી ખોલવાની જાહેરાત કરી છે. તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર (ટીઈસીસી) નામની આ ઓફિસ મુંબઈમાં ખોલવામાં આવશે. તાઈવાનની રાજદ્વારી કચેરીઓ નવી દિલ્હી અને ચેન્નાઈમાં પહેલેથી કાર્યરત છે.
તાઈવાનની આ જાહેરાતથી ચીનને ઉશ્કેરવાની પૂરી સંભાવના છે. ચીન શરૂઆતથી જ તાઈવાનને પોતાનો હિસ્સો ગણાવે છે અને કોઈપણ દેશ સાથે તેના સંબંધોનો વિરોધ કરે છે.