ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર અને યુવતીઓએ પર કુકર્મની છાશવારે ફરિયાદો ઉઠી રહી છે. આરોપીઓને જાણે કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ બેફામ બની આવી ઘટનાઓને અંજામ આપે છે. પરિણામે ગુજરાત મોડેલ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચ મહેસાણાની એક યુવતી દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મહેસાણામાં પીડિતાના ફિયાન્સએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે.કડી નજીક રહેતા યુવકની વિરમગામ ખાતે રહેતી યુવતી સાથે સગાઈ થઇ હતી. બાદમાં બનેં વચ્ચે ટેલિફોનિક વાતચીત થતી હતી. આ દરમિયાન ગત રાત્રે યુવક વિરમગામે ગયો હતો. જ્યાથી તેમની ફિયન્સીને સ્કોર્પિયો જીપમાં કડી ખાતે લાવ્યો હતો.આ દરમિયાન કડીમાં કોઇ પણ બાબતે બન્ને વચ્ચે મોટાપાયે માથાકૂટ થઇ હતી. બાદમાં સનકી યુવકે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું પછી પીડિતાને દેત્રોજ રોડ પર કણસતી હાલતમાં છોડીને આરોપી ભાગી ગયો હતો. હદ તો ત્યારે થઈ ગઈ કે આરોપીએ ર્નિવસ્ત્ર હાલતમાં યુવતીના વાળ કાપી કણસતી હાલતમાં ફેકી દીધી હતી.આ સમગ્ર મામલો બહાર આવતાની સાથે જ પોલીસ અધિકારીઓના પણ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાલ આ ઘટનાને લઈને કડી પોલીસે આરોપી યુવકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.બીજી બાજુ પીડિત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.