ઘણી વાર માણસને ખબર પણ નથી હોતી અને તે દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે. એવી દુર્ઘટના જેને ક્યારેય કલ્પના પણ ન કરી શકાય. સોશિયલ મીડિયા પર એક મહિલાએ પોતાની સાથે થયેલી આવી દુર્ઘટના શેર કરી છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેણે નોટિસ કર્યું હતું કે, તેના મોહલ્લાવાળા તેને ટગર ટગર જાેયા રાખતા હતા. તેનું કારણ તેને ખબર નહોતું. પણ જ્યારે હકીકત સામે આવી તો, શરમથી પાણી પાણી થઈ ગઈ. તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે, મોહલ્લામાં તેની ઈમેજ કપડા વગરની મહિલા તરીકે થઈ ગઈ છે.

અમેરિકાના જાેર્જિયામાં રહેતી મેગ નીલે સોશિયલ મીડિયા પર લોકોને પોતાની સાથે થયેલી આ ઘટના વિશે જણાવ્યું. મેગ જે કોલોનીમાં રહેતી હતી, ત્યાં લોકો તેને ખૂબ અજીબ લાગતા હતા. જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળતી હતી, સૌ કોઈ તેને ટગર ટગર જાેયા કરતા હતા. મેગને સમજાતું નહોતું કે, આખરે આવું કેમ કરે છે? જ્યારે તેને તેની પાછળનું કારણ ખબર પડ્યું તો ચોંકી ગઈ. હકીકતમાં જાેઈએ તો, મેગના ઘરમાં એક બારી હતી. તેની ઠીક સામે એક ઝાડ હતું. મેગને લાગતું હતું કે ઝાડના કારણે કોઈ તેના ઘરની અંદર જાેઈ શકતું નથી.

જાે કે હકીકત કંઈક અલગ જ હતી. મેગ મોટા ભાગે સ્નાન કર્યા બાદ બાથરુમમાંથી કપડા પહેર્યા વિના બહાર નીકળતી હતી. રુમમાં આવ્યા બાદ તે કપડા પહેરતી હતી. પણ આ દરમ્યાન આલા વર્ષોથી સૌ કોઈ તેને કપડા પહેર્યા વિના જ જાેઈ રહ્યા હતા. મેગના મોહલ્લાવાળા તેને કપડા વગરની મહિલા તરીકે જ ઓળખવા લાગ્યા હતા. મેગે આ નામ સાંભળ્યું તો હતું પણ તેની જાણકારી તેને નહોતી. હાલમાં જ મેગની સામે તેની હકીકત સામે આવી. મેગે વીડિયો બનાવીને તેની જાણકારી સૌને આપી. મેગે જણાવ્યુ કે તેણે આટલા વર્ષો સુધી પોતાનો પાડોશીઓને મફતમાં મનોરંજન આપ્યું.

તમામ પાડોશીઓ તેને કપડા વગરની પાડોશી તરીકે જાણતા હતા. ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં મેગે જણાવ્યું કે, તેને બાજૂમાં રહેતા શખ્સે તેને વિશે જાણ કરી હતી. જાે કે, દોઢ વર્ષથી સૌ કોઈ તેને નગ્ન જાેઈ રહ્યા હતા. શખ્સે જણાવ્યું કે, રાતના તેના ઘરની અંદરનો નજારો આખો મહોલ્લો જાેતો હતો. જ્યારે તે સ્નાન કરીને બહાર નીકળી ત્યારે પાડોશીએ ઘરની અંદર જાેઈ રહેતા હતા.

Share.
Exit mobile version