પીએમ નરેન્દ્ર મોદીના પોઝિટિવ ઓરાથી આપણે બધા જ પરિચિત છીએ, કારણ કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેઓ બધાને પોતાના બનાવીને તેમનું સારૂ કરતા જ જાય છે. પણ એક ઉદ્યોગપતિ માટે તો પીએમમોદી લકી ચાર્મ સાબિત થયા છે. વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિમાં જેની ગણતરી થાય છે એવા ઈલોન મસ્ક જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યા હતા એ જ સમયે તેમની ઈવીકંપનીના શેર રોકેટની ઝડપે ઉપર જઈ રહ્યા હતા. આ બેઠક ભારતમાં ટેસ્લાના ભવિષ્ય વિશેની હતી અને હવે એના પર હવે ખુદ ઈલોન મસ્કે મંજૂરીની મહોર મારી દીધી છે. આવી પરીસ્થિતિમાં પીએમ મોદી મસ્ક માટે લકી ચાર્મ માનવામાં આવી રહ્યા છે, કારણ કે આ બેઠક બાદ જે આંકડો સામે આવ્યો છે તે ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે. બ્લૂમબર્ગ બિલિયોનેયર્સ ઈન્ડેક્સ દ્વારા આપવામાં અનુસાર દેશના સૌથી ધનિક બિઝનેસમેનની સંપત્તિમાં લગભગ ૧૦ બિલિયન ડોલર એટલે કે ૮૨ હજાર કરોડ રૂપિયાનો જંગી વધારો જાેવા મળ્યો છે.
મોદી અમેરિકામાં હતા ત્યારે એટલે કે મંગળવારના ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક મોદીને મળ્યા હતા. જેમાં ટેસ્લાની ભારતમાં એન્ટ્રી અંગે ચર્ચા થઈ હતી. પણ ત્યાર બાદમાં મસ્ક પોતે ભારતમાં એન્ટ્રી માટે સંમત થયા હતા અને શક્ય તેટલી વહેલી તકે પ્લાન્ટ સ્થાપવાની વાત જાહેરાત પણ કરી હતી. એ જ સમયે, ટેસ્લાના શેરે પણ સ્પીડ પકડી લીધી હતી. ટેસ્લાનો શેર યુએસ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ નાસ્ડેક પર ૫.૩૪ ટકા વધીને ડોલર૨૭૪.૪૫ પર બંધ થયો હતો. આ દરમિયાન કંપનીનો સ્ટોક પણ ડોલર૨૭૪.૭૫ પર પહોંચી ગયો હતો અને છેલ્લા પાંચ દિવસમાં કંપનીના શેરમાં ૨૧ ટકાથી વધુનો વધારો જાેવા મળ્યો છે અને વર્ષ
ો જાેવા મળ્યો છે.
બીજી બાજું ટેસ્લાના શેરમાં વધારા સાથે એલોન મસ્કની સંપત્તિમાં પણ જબરદસ્ત વધારો જાેવા મળ્યો હતો. મંગળવારે મસ્કની સંપત્તિમાં ૯.૯૫ અબજ ડોલર એટલે કે આશરે ૮૨ હજાર કરોડ રૂપિયાનો વધારો જાેવા મળ્યો હતો અને આ પછી મસ્કની કુલ સંપત્તિ ૨૪૩ બિલિયન ડોલર જેટલી થઈ ગઈ હતી. જાે સોમવાર અને મંગળવારની વાત કરીએ તો બે દિવસમાં મસ્કની નેટવર્થમાં આશરે ડોલર૧૩ બિલિયનથી વધુનો વધારો જાેવા મળ્યો છે. મસ્કની સાથે સાથે જ વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ એવા આર્નોલ્ટ બર્નાર્ડની કુલ સંપત્તિમાં ડોલર૫.૭૫ બિલિયનનો ઘટાડો જાેવા મળ્યો હતો અને તેમની કુલ સંપત્તિ ડોલર૨૦૦ બિલિયનથી ઘટીને ડોલર૧૯૭ બિલિયન પર આવી ગઈ છે.
આ વર્ષે ઈલોન મસ્કે નેટવર્થ વધારવાની બાબતમાં વિક્રમ રચ્યો છે. વર્ષ ૨૦૨૩માં તેમણે પોતાની સંપત્તિમાં ૧૦૬ અબજ ડોલરનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વના ૯મા સૌથી ધનિક ઉદ્યોગપતિ સેર્ગેઈ બ્રિનની કુલ સંપત્તિ ડોલર૧૦૬ બિલિયન જેટલી છે. તે પછી, કોઈપણ ઉદ્યોગપતિની કુલ સંપત્તિ આ સ્તરે આવી નથી. માર્ક ઝુકરબર્ગની પણ કુલ સંપત્તિ ડોલર૧૦૪ બિલિયન છે, જે વિશ્વના ૧૦મા સૌથી ધનિક બિઝનેસમેન છે. નિષ્ણાતોના મતે, ટૂંક સમયમાં જ એલોન મસ્ક ડોલર ૨૫૦ બિલિયનનું સ્તર પાર કરશે. એવી શક્યતા પણ છે કે તે આ વર્ષે તેના જીવનકાળની નેટવર્થના ડોલર૩૪૦ બિલિયનના રેકોર્ડને પાર કરી શકે છે, અને આ રેકોર્ડ તેમણે નવેમ્બર ૨૦૨૦માં બનાવ્યો હતો.