ગયા અઠવાડિયે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડન દ્વારા આપવામાં આવેલા સંયુક્ત નિવેદનને લઈને પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. આ નિવેદનમાં બંને દેશોએ તમામ આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. જેમાં પાકિસ્તાનથી ચાલતા અનેક આતંકી સંગઠનોના નામ સામેલ છે.
અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ ભારતના રાજકીય રીતે પ્રેરિત અને પાયાવિહોણા દાવાઓને પ્રોત્સાહન આપતા નિવેદનોથી દૂર રહેવું જાેઈએ. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે, આ સંયુક્ત નિવેદનમાં ‘એકતરફી અને ભ્રામક’ સંદર્ભો ટાંકવામાં આવ્યા છે.પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન સંયુક્ત નિવેદનમાં, બંને દેશોએ તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી હતી. મોદી અને બિડેને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પાકિસ્તાન સ્થિત સંગઠનો સહિત યુએન-સૂચિબદ્ધ તમામ આતંકવાદી જૂથો સામે નક્કર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. બંને પક્ષોએ ૨૬/૧૧ના મુંબઈ અને પઠાણકોટ હુમલાના ગુનેગારોને ન્યાય અપાવવાની પણ અપીલ કરી હતી. જેના પાકિસ્તાન સાથેના સંબંધો લાંબા સમયથી કહેવામાં આવી રહ્યા છે.